IND vs SA: રજત પાટીદારને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે છે તક, જાણો કેવું રહ્યું અત્યાર સુધી પ્રદર્શન

|

Oct 06, 2022 | 1:38 PM

Rajat Patidar ભારતે ODI સિરીઝ માટે રજત પાટીદારનો ટીમમાં સમાવેશ કર્યો છે. તેને પ્રથમ વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

IND vs SA: રજત પાટીદારને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે છે તક, જાણો કેવું રહ્યું અત્યાર સુધી પ્રદર્શન
રજત પાટીદારને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે છે તક
Image Credit source: Instagram

Follow us on

Rajat Patidar ODI Team India: ભારત અને સાઉથ આફ્રિકા ( IND vs SA) વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચ ગુરુવારે લખનૌમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝ માટે ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)માં શાનદાર પ્રદર્શન કરનાર રજત પાટીદારની પસંદગી કરવામાં આવી છે. રજતને અત્યાર સુધી મળેલી તકોમાં પોતાને વધુ સારી સાબિત કરી છે. તેણે ડોમેસ્ટિક મેચોમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. રજતને સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડેની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.

રજતે લિસ્ટ Aની 45 મેચમાં 1462 રન બનાવ્યા

રજતે આઇપીએલની સાથે સાથે ડોમેસ્ટિક મેચોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તે ઘરેલું મેચોમાં મધ્યપ્રદેશ માટે રમે છે. રજતે લિસ્ટ Aની 45 મેચમાં 1462 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 5 અડધી સદી ફટકારી છે. રજતે ફર્સ્ટ ક્લાસ મેચોની 76 ઇનિંગ્સમાં 3230 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 10 સદી અને 16 અડધી સદી ફટકારી હતી. તેણે 39 T20 મેચમાં 1194 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં એક સદી અને 9 અડધી સદી ફટકારી છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

 

આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું

રજતને તાજેતરમાં ન્યુઝીલેન્ડ A સામેની બિનઓફિશિયલ ટેસ્ટ સિરઝ માટે ભારત A ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે આ સિરીઝમાં શાનદાર કામ કર્યું છે. બેંગ્લોરમાં રમાયેલી મેચમાં રજતે 176 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે બીજી મેચમાં તેણે 109 રનની અણનમ ઇનિંગ રમી હતી.રજતની કારકિર્દીની શરૂઆતની વાત કરીએ તો તેણે નવેમ્બર 2015માં મધ્યપ્રદેશ માટે ડેબ્યૂ મેચ રમી હતી. આ પછી, ડિસેમ્બર 2015 માં, તેણે લિસ્ટ Aમાં સૌરાષ્ટ્ર સામે ડેબ્યૂ મેચ રમી. હવે રજતને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 શ્રેણી સમાપ્ત થઈ છે. જેમાં ભારતીય ટીમે (Indian Cricket Team) 2-1 થી શ્રેણી વિજય મેળવ્યો હતો. હવે 3 વન ડે મેચોની શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ વન ડે મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પરંતુ લખનૌ (Lucknow) માં માહોલ વરસાદી છે અને જેને લઈ મેચ મોડી શરુ થનારી છે.

Next Article