IND vs PAK, WWC 2022: મંધાના, રાણા અને વસ્ત્રાકરની શાનદાર અડધી સદી, પાકિસ્તાન સામે જીત માટે ભારતે 245 રનનુ લક્ષ્ય રાખ્યુ

|

Mar 06, 2022 | 10:09 AM

ભારતીય ટીમના કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શરુઆતમાં શેફાલી વર્માની વિકેટ ગુમાવ્યા બાદ દિપ્તી શર્મા અને સ્મૃતી મંધાના (Smriti Mandhana) એ રમતને સંભાળીને ભારતનો સ્કોર આગળ વધાર્યો હતો.

IND vs PAK, WWC 2022:  મંધાના, રાણા અને વસ્ત્રાકરની શાનદાર અડધી સદી, પાકિસ્તાન સામે જીત માટે ભારતે 245 રનનુ લક્ષ્ય રાખ્યુ
મંધાના એ શરુઆતમાં શેફાલીની વિકેટ બાદ પણ પાયા રુપ રમત રમી હતી

Follow us on

આઇસીસી મહિલા વિશ્વકપ (Icc Women World Cup 2022) માં ભારતીય ટીમનુ અભિયાન આજથી શરુ થયુ છે. ભારતની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમના કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. શરુઆતમાં શેફાલી વર્માની વિકેટ ગુમાવ્યા બાદ દિપ્તી શર્મા અને સ્મૃતી મંધાના (Smriti Mandhana) એ રમતને સંભાળીને ભારતનો સ્કોર આગળ વધાર્યો હતો. બંને એ 92 રનની ભાગીદારી રમત રમી હતી. સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકરે (Pooja Vastrakar) પણ શાનદાર અડધી શતક ફટકારી રમત રમીને ભારતની સ્થિતી સન્માનજનક સ્કોરે પહોંચાડી હતી.

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગની શરુઆત કરી હતી. પરંતુ નબળા ફોર્મમાં રહેલી શેફાલી શર્માના રુપમાં ભારતને પ્રથમ ઝટકો મળ્યો હતો. શેફાલી ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફરી હતી. બાદમાં દિપ્તિ શર્મા અને ઓપનર સ્મૃતિ મંધાનાએ રમતને સંભાળી હતી. બંને ભારતને 1 વિકેટે 4 રનના સ્કોર પર થી 96 રન સુધી રમતને આગળ વઘારી હતી. દિપ્તિ શર્મા (40) સેટ હતી એ દરમિયાન સંધૂના બોલને ઓળખવામાં થાપ ખાઇ જતા બોલ્ડ થઇ હતી. જ્યારે તેના બાદ તુરત જ મંધાનાએ પણ વિકેટ ગુમાવી હતી. મંધાનાએ 75 બોલમાં 52 રનની ઇનીંગ રમી હતી. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો.

જોકે દિપ્તી અને મંધાનાની વિકેટ ગુમાવવા બાદ ભારતીય ટીમની ઇનીંગ મુશ્કેલી વધી ગઇ હતી. ભારતે 96 સ્કોર થી 114 રન સુધીમાં એક બાદ એક મહત્વની 5 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં દિપ્તિ શર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (5), રિચા ઘોષ (1) અને કેપ્ટન મિતાલી રાજ (9)નો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પૂજા અને સ્નેહની રમતે ચિંતાના વાદળ વિખેર્યા

114 રન પર 6 વિકેટ ભારતે ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિતી દરમિયાન ક્રિઝ પર આવીને પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણાએ સહેજ પણ દબાણ હેઠળ રહ્યા વિના રમતને રમી દર્શાવી હતી. બંનેએ બાઉન્ડરીઓ ફટકારીને ખુશમાં રહેલ પાકિસ્તાનના ચહેરાઓ પરથી મુસ્કાનને હટાવી દીધી હતી. ધીરે ધીરે પાકિસ્તાની બોલરોના ચહેરાઓ પર ચિંતાની રેખાઓ ખેંચવા રુપ બાઉન્ડરીનો સિલસિલો જારી રાખ્યો હતો. પૂજાએ 8 ચોગ્ગા અને રાણાએ 4 ચોગ્ગા મુશ્કેલ સમયમાં ફટકારી હતી. પૂજા વસ્ત્રાકરે 59 બોલમાં 67 રનની આક્રમક રમત રમી હતી. જ્યારે સ્નેહ રાણાએ અણનમ 53 રનની ઇનીંગ 59 બોલમાં રમી હતી.

ડાર અને સંધૂનો પ્રયાસ ફાવ્યો નહી

પાકિસ્તાની બોલરો નિદા ડાર અને નશરા સંધૂએ 2-2 વિકેટ ઝડપી હતી. બંનેએ કસીને બોલીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પૂજા અને રાણાએ તેને ફાવવા દિધા નહોતા. ડાયના બેગને શરુઆત થી જ ભારતીય બેટ્સમેનોએ પરેશાન રાખી હતી. તેની પાસેથી થી તેના સ્પેલમાં 61 રન ભારતે મેળવ્યા હતા. તેણે એક વિકેટ ઝડપી હતી. અનામ અમિન અને ફાતિમા સનાએ પણ એક એક વિકેટ મેળવી હતી.

 

આ પણ વાંચોઃ IND vs PAK, WWC 2022: સ્મૃતિ મંધાનાનો પાકિસ્તાન સામે રેકોર્ડ, આ કમાલ કરનાર ચોથી ભારતીય બની

આ પણ વાંચોઃ  Basketball: રશિયામાં અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડીની ધરપકડ, ઓલિમ્પિક ચેમ્પિયનને માદક પદાર્થ રાખવાના ગુન્હામાં કાર્યવાહી

Published On - 9:56 am, Sun, 6 March 22

Next Article