IND vs PAK, WWC 2022: પ્રથમવાર વિશ્વકપમાં ઉતરનારી ભારતીય જોડીએ પાકિસ્તાની બોલરોની ધુલાઇ કરી બનાવી દીધો વિશ્વ રેકોર્ડ

|

Mar 06, 2022 | 11:49 AM

બંને માટે આ વર્લ્ડ કપ (Icc Women World Cup 2022) માં તેમની પ્રથમ મેચ હતી. સામે પાકિસ્તાન હતું તો કંઈક બતાવવાનો મોકો પણ હતો. બંનેએ આ તક ઝડપી લીધી અને પછી સાથે મળીને કંઈક એવું કર્યું જે એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો.

IND vs PAK, WWC 2022: પ્રથમવાર વિશ્વકપમાં ઉતરનારી ભારતીય જોડીએ પાકિસ્તાની બોલરોની ધુલાઇ કરી બનાવી દીધો વિશ્વ રેકોર્ડ
Sneh Rana અને Pooja Vastrakar એ મુશ્કેલ સમયમાં શાનદાર રમત દર્શાવી હતી.

Follow us on

એકને બેટિંગનો બહુ અનુભવ નથી. વર્લ્ડ કપ (Women World Cup 2022) અને તેમાં પણ પાકિસ્તાન (India Vs Pakistan) સામે રમવાનું દબાણ. આ દબાણ વધુ એટલા માટે હતું કારણ કે જે ખેલાડીઓ ત્યાં હતા તેઓ તેમનો પહેલો વર્લ્ડ કપ રમી રહ્યા હતા. ઉપરથી મેચમાં ભારત (Team India) ની હાલત પણ સારી નહોતી. 33 ઓવરમાં 6 વિકેટ પડી હતી અને સ્કોર બોર્ડમાં માત્ર 114 રન જ ઉમેરાયા હતા. હવે આવી સ્થિતિમાં બે નવા બેટ્સમેનોની જોડી ક્રિઝ પર હતી. બંને માટે આ વર્લ્ડ કપમાં તેમની પ્રથમ મેચ હતી. સામે પાકિસ્તાન હતું તો કંઈક બતાવવાનો મોકો પણ હતો. બંનેએ આ તક ઝડપી લીધી અને પછી સાથે મળીને કંઈક એવું કર્યું જે એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો.

અમે વાત કરી રહ્યા છીએ પૂજા વસ્ત્રાકર અને સ્નેહ રાણા વિશે. બંને બોલિંગ ઓલરાઉન્ડર છે. એટલે કે બેટિંગ તેમની બીજી પ્રાથમિકતા છે. પરંતુ, જ્યારે ટીમ પાકિસ્તાન સામે મુશ્કેલીમાં હતી ત્યારે બંનેએ પોતાની બેટિંગનો દમ પૂરી રીતે વ્યક્ત કર્યો હતો.

પૂજા અને રાણાએ પાકિસ્તાનની પરેશાન કરી દીધા હતા

કમાલનુ પ્રદર્શન કરતા સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકર બંનેએ તેમના પ્રથમ વિશ્વ કપની પ્રથમ મેચમાં જ અડધી સદી ફટકારી હતી. સ્નેહ રાણાએ 48 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા, જ્યારે પૂજા વસ્ત્રાકરે 67 મિનિટ સુધી બેટિંગ કરી હતી અને 59 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 67 રન બનાવ્યા હતા.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

મહિલા વનડેના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે 7માં નંબર પર બેટિંગ કરી રહેલી બે બેટ્સમેનોએ એક જ મેચમાં અડધી સદી ફટકારી હોય. આવું પણ પ્રથમ વખત બન્યું જ્યારે બે ભારતીય બેટ્સમેનોએ તેમના વર્લ્ડ કપ ડેબ્યૂમાં અડધી સદી ફટકારી.

મહિલા વનડેમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

પૂજા અને સ્નેહ રાણા વચ્ચે 7મી વિકેટ માટે 122 રનની ભાગીદારી થઈ હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. મહિલા વનડેમાં આ વિકેટ માટે આનાથી મોટી ભાગીદારી ક્યારેય થઈ નથી. આ ભાગીદારીએ પાકિસ્તાનને બેક ફૂટ પર ધકેલીને ભારતને ફ્રન્ટ ફુટ પર લાવવાનું કામ કર્યું. આ ભાગીદારી બાદ ભારતનો સ્કોર 6 વિકેટે 114 રનથી 7 વિકેટે 236 રન પર પહોંચ્યો હતો.

પૂજા અને રાણાના બેટમાંથી અડધી સદી અને તેમની વચ્ચે સદીની ભાગીદારીના કારણે ભારતીય ટીમ પાકિસ્તાનને 245 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી.

 

આ પણ વાંચોઃ Women’s World Cup 2022: પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી મિતાલી રાજે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, સચિન તેંડુલકરની કરી બરાબરી

આ પણ વાંચોઃ  Basketball: રશિયામાં અમેરિકન બાસ્કેટ બોલ ખેલાડીની ધરપકડ, ઓલિમ્પિક ચેમ્પિયનને માદક પદાર્થ રાખવાના ગુન્હામાં કાર્યવાહી

Next Article