એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે વિશાળ લક્ષ્ય પાકિસ્તાન સામે સુપર ફોરમાં ખડકી દીધુ છે. રવિવારે ટોસ હાર્યા બાદ સુકાની રોહિત શર્માએ ઓપનર શુભમન ગિલ સાથે મળીને તોફાની શરુઆત કરી હતી. બાદમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે બાજી સંભાળી હતી. બંનેએ તોફાની રમત રમતા અણનમ સદી નોંધાવી હતી. જોકે કેએલ રાહુલની અણનમ સદીએ હવે એવા ક્રિકેટ વિશ્લેશ્કોની બોલતી બંધ કરી છે, કે જે કેએલ રાહુલને સવાલ ઉઠાવી રહ્યા હતા.
કેએલ રાહુલે સદી નોંધાવવા સાથે જ એ પણ સાબિત કરી દીધુ છે કે, તેટલો ફિટ છે અને બેટિંગ કરવામાં પણ કેટલો ઉપયોગી બેટર છે. તેની આ સદી મહત્વની હતી અને એશિયા કપમાં પાકિસ્તાન સામે નોંધાવી છે. આમ ગૌતમ ગંભીરની પણ તેણે બોલતી બંધ કરી દીધી છે. કેએલ રાહુલના બદલે ઈશાન કિશનનો પક્ષ ગંભીર લઈ રહ્યો હતો, ઈશાનને અંતિમ ઈલેવનમાં સ્થાન મળવાના પક્ષમાં રહીને રાહુલની સામે સવાલ કરી દીધા હતા.
કોલંબોના મેદાન પર શાનદાર ઈનીંગની જરુર હતી. કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોની અપેક્ષા કેએલ રાહુલે પુરી કરી દીધી હતી. પૂરા વિશ્વાસ સાથે જ જ તે કોલંબોમાં પાકિસ્તાન સામે બેટિંગ કરી રહ્યો હતો. 131 દિવસ બાદ તે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી મેદાને ઉતર્યો હતો. તેને આ મોકો શ્રયસ અય્યરને ઈજાને લઈ બહાર થવાથી મળ્યો હતો. રાહુલે ધમાકેદાર રમત વડે મોકાનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. રાહુલ આઈપીએલમાં ઈજાને લઈ ક્રિકેટના મેદાનથી દૂર હતો. તે સર્જરી કરવાને લઈ ક્રિકેટથી દૂર રહેવા માટે મજબૂર રહ્યો હતો.
Foot on the gas, ball to the fence! @klrahul accelerates & takes the attack to the bowlers, getting to a handsome 5️⃣0️⃣ on his return from injury!
Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvPAK #Cricket pic.twitter.com/W5AxFT4OVc
— Star Sports (@StarSportsIndia) September 11, 2023
રાહુલે ઉપયોગી સદી નોંધાવતા 111 રન ફટકાર્યા હતા. 106 બોલનો સામનો કરીને 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાતા કેએલ રાહુલે શાનદાર સદી નોંધાવી હતી. રાહુલે શરુઆતથી જ પુરા આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરતા અંત સુધી પિચ પર રહ્યો હતો.
કોહલી સાથે મહત્વની ભાગીદારી રમત રાહુલે નોંધાવી હતી. 123 રનના સ્કોરથી શરુ કરીને બંને નિર્ધારિત 50 ઓવર સુધી પિચ પર રહીને ટીમનો સ્કોર 356 રન પર પહોંચાડ્યો હતો. વિરાટ કોહલીએ 122 રન 94 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. કોહલીએ 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
Published On - 7:09 pm, Mon, 11 September 23