ભારત અને ન્યુઝીલેન્ડ (India Vs New Zealand) વચ્ચે હાલમાં ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. જેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ મુંબઇ (Mumbai Test) માં રમાઇ રહી છે. પહેલી ટેસ્ટ મેચમાં અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ ભારતીય ટીમ (Team India) ની કેપ્ટનશિપ સંભાળી હતી. બીજી ટેસ્ટ દરમ્યાન નિયમીત કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આરામ થી પરત આવતા આગેવાની સંભાળી લીધી હતી. પરંતુ તેને મુંબઇ ટેસ્ટ રમવા દરમ્યાન નિરાશા સાંપડી હતી. તેને એજાઝ પટેલ (Ajaz Patel) ના બોલને ડિફેન્સિવ રમવા દરમ્યાન અંપાયર દ્વારા આઉટ આપવામાં આવ્યો હતો. જેને લઇ વિવાદ પણ ખૂબ સર્જાયો છે. હવે આ મામલામાં વિરાટ કોહલીનુ એક દશક જુનુ ટ્વિટ વાયરલ થવા લાગ્યુ છે.
ટીમ ઇન્ડિયા માટે પ્રથમ દિવસ મુશ્કેલ રહ્યો હતો. ભારતીય ટીમે એક બાદ એક 3 વિકેટ 80 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. એજાઝ પટેલ ભારતીય માટે પ્રથમ દિવસે જ આફત બનીને ઉતર્યો હતો. ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારનારો એ વિરાટ કોહલીને આઉટ આપવાનો આ વિવાદાસ્પદ નિર્ણય પણ જવાબદાર હતો. જેમાં કોહલીને જે રીતે આઉટ અપાયો તેને લઇને સવાલો ઉઠ્યા હતા. પરંતુ હવે એક દશક જુનુ ટ્વિટ વાયરલ થવા લાગ્યુ છે. જેમાં તેણે એક ભૂલો વિશે લખ્યુ હતુ. જે હવે સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ વાયલ કરી રહ્યા છે.
વર્ષ 2011 ના 6 ડિસેમ્બરે વિરાટ કોહલીએ આ ટ્વિટ કર્યુ હતુ. જેમાં તેણે લખ્યુ હતુ કે, ભૂલો તો સૌથી થતી રહે છે. મેં પણ કાલે એક ભૂલ કરી હતી. તમે માત્ર તેનાથી શિખી શકો છો અને આગળ વધી શકો છો.
everyone makes mistakes. i made one yesterday. you can only learn from them and move forward.
— Virat Kohli (@imVkohli) December 6, 2011
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ ઇનીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની બેટીંગ ઇનીંગની 30મી ઓવરમાં વિરાટ કોહલી એજાઝ પટેલના બોલ પર આઉટ થયો થયો હતો. પટેલના બોલને કોહલીએ આગળ આવીને ડિફેન્સીવ સ્ટ્રોક રમવા માટે પ્રયાસ કર્યો હતો. જે બોલ તેના પગે અથડાયો હતો અને અપિલ થતા જ ફિલ્ડ અંપાયરે આઉટ આપ્યો હતો. તેના બાદ કોહલીએ તુરત જ રિવ્યુ લેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રિપ્લેમાં એ વાત જાણે અસ્પષ્ટ લાગી રહ્યુ હતુ કે, બોલ બેટ પર વાગ્યો અને પેડ પર અથડાયો છે કે કેમ. જેને લઇને ટીવી અંપાયરે નિયમોનુસાર ફીલ્ડ અંપાયર સાથે સહમતી દર્શાવી હતી. એટલે કે કોહલીને આઉટ આપ્યો હતો.
કોહલી અંપાયરો દ્વારા જાહેર કરેલા નિર્ણયને પગલે નિરાશ થઇ ગયો હતો. સાથે જ તેની નિરાશા તેના સ્વભાવ મુજબ મેદાન પર દર્શાવવાની ચુક્યો નહોતો. મેદાન ને છોડવા દરમ્યાન કોહલીએ ગુસ્સામાં પોતાના બેટને જોરથી બાઉન્ડરી લાઇન પર માર્યુ હતુ. તેણે અંપાયર નિતીન મેનન સાથે વાતચીત મેદાન છોડતા પહેલા કરી હતી. કોહલી અને રાહુલ દ્રાવિડ પણ આ મામલે ડ્રેસિંગ રુમમાં વાતચીત કરતા નજર આવ્યા હતા.
Published On - 10:03 am, Sat, 4 December 21