
આ સિરીઝમાં રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલમાં પણ 150 સિક્સર પૂરી કરી હતી. આવું કરનાર તે પ્રથમ એશિયન ખેલાડી બન્યો. ટેસ્ટમાં 50+ સિક્સર, ODIમાં 100+ અને T20I માં 150+ સિક્સર ધરાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો.

તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450 પ્લસ સિક્સર મારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. જો કે તે આ કારનામું કરનાર વિશ્વનો સૌથી ઝડપી ખેલાડી છે. રોહિતે માત્ર 404 ઇનિંગ્સમાં 450 સિક્સર ફટકારી હતી.

T20I માં કેપ્ટન તરીકે સૌથી નાની ઇનિંગ્સમાં 50 સિક્સર મારવાનો રેકોર્ડ પણ રોહિત શર્માના નામે છે. આ સિવાય તે T20I મેચમાં 11 વખત 5 કે તેથી વધુ છગ્ગા મારનાર ખેલાડી પણ છે.
Published On - 10:00 am, Mon, 22 November 21