IND vs NZ: અશ્વિન આજે 1 વિકેટ હાંસલ કરતા જ બનાવી શકશે એક ખાસ રેકોર્ડ, એ મુકામ પર પહોંચનારો અનિલ કુંબલે બાદ બીજો બોલર બની જશે

|

Dec 06, 2021 | 9:09 AM

રવિચંદ્રન અશ્વિને (R Ashwin) મુંબઈ ટેસ્ટ (Mumbai Test) ના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી, જેના આધારે ટીમ ઈન્ડિયાએ મેચ અને શ્રેણી જીતવાની પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.

1 / 5
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ફરી એકવાર વિદેશી બેટ્સમેનો માટે આફત સાબિત થઈ રહ્યો છે. ભારતના પ્રવાસે ગયેલી ન્યુઝીલેન્ડની ટીમ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં અશ્વિન સામે દમ તોડી રહી છે. કાનપુર ટેસ્ટ જીતવામાં નિષ્ફળ રહેલા અશ્વિને મુંબઈ ટેસ્ટ (Mumbai Test) માં કિવી ટીમ પર વર્ચસ્વ જમાવ્યું છે અને ભારતને જીતની નજીક પહોંચાડ્યું છે. મેચના ચોથા દિવસે અશ્વિન ટીમ માટે મેચ અને શ્રેણી જીતી શકે છે અને એક ખાસ સિદ્ધિ પણ હાંસલ કરી શકે છે.

2 / 5
અશ્વિને આ ટેસ્ટની બીજી ઈનિંગમાં અત્યાર સુધીમાં 3 વિકેટ ઝડપી છે અને જો તે મેચના છેલ્લા બે દિવસમાં કિવી ટીમની બાકીની પાંચ વિકેટોમાંથી બીજી વિકેટ મેળવે તો તે ઘરની ધરતી પર 300 ટેસ્ટ વિકેટ પૂરી કરશે. આમ કરવાથી તે ભારતનો બીજો અને વિશ્વનો છઠ્ઠો બોલર બની જશે. અશ્વિને અત્યાર સુધી ભારતમાં 49 ટેસ્ટમાં 299 વિકેટ ઝડપી છે.

3 / 5
ભારત માટે આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર અનુભવી બોલર છે - અનિલ કુંબલે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ 619 વિકેટ લેનાર ભૂતપૂર્વ લેગ સ્પિનર ​​કુંબલેએ ભારતીય ધરતી પર 63 ટેસ્ટમાં કુલ 350 વિકેટ લીધી હતી.

4 / 5
આ મામલે સૌથી આગળ શ્રીલંકાના મહાન ઓફ સ્પિનર ​​મુથૈયા મુરલીધરન છે. ટેસ્ટમાં સૌથી વધુ 800 વિકેટ લેનાર મુરલીએ શ્રીલંકાની ધરતી પર માત્ર 73 ટેસ્ટ મેચમાં 493 વિકેટ ઝડપી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. તેમના સિવાય જેમ્સ એન્ડરસન (402), સ્ટુઅર્ટ બ્રોડ (341) અને શેન વોર્ન (319) પણ આ યાદીમાં સામેલ છે.

5 / 5
અશ્વિને મુંબઇ ટેસ્ટ દરમિયાન ત્રણ દિવસની રમતમાં 7 વિકેટ ઝડપી છે. જેમાં પ્રથમ દાવમાં 4 વિકેટ અને ન્યુઝીલેન્ડે બીજા દાવમાં ગુમાવેલી 5 વિકેટમાંથી 3 વિકેટ તેણે ઝડપી છે.

Published On - 9:08 am, Mon, 6 December 21

Next Photo Gallery