
ચેતેશ્વર પૂજારા ટેસ્ટ ક્રિકેટમાં 10મી વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. તે જ સમયે, તેણે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વખત શૂન્ય રન બનાવ્યા. કારકિર્દીમાં બીજી વખત તે ખાતું ખોલાવ્યા વિના સ્પિનરના બોલ પર આઉટ થયો છે. આ પહેલા તેને ઈંગ્લેન્ડના ડાબોડી સ્પિનર જેક લીચે આઉટ કર્યો હતો. લીચે આ વર્ષની શરૂઆતમાં અમદાવાદ ટેસ્ટમાં પુજારાને શૂન્ય પર પરત મોકલ્યો હતો.

ચેતેશ્વર પૂજારા વર્ષ 2021માં બીજી વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે. તે મુંબઈ ટેસ્ટ પહેલા અમદાવાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે પણ આવી જ રીતે આઉટ થયો હતો. એક વર્ષમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાના સંદર્ભમાં આ તેનું બીજું સૌથી ખરાબ વર્ષ છે. અગાઉ વર્ષ 2018માં તે દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો.

કાનપુર ટેસ્ટમાં પુજારાએ 26 રનની ઇનીંગ પ્રથમ દાવમાં રમી હતી. જ્યારે બીજા દાવમાં તેણે 22 રનની રમત રમી હતી. જે દરમ્યાન તેણે ત્રણ ચોગ્ગા નોંધાવ્યા હતા.