પાકિસ્તાન સાથેની મેચ રદ્દ કર્યા બાદ હવે ભારતનું ધ્યાન નેપાળ પર છે. ભારતીય ટીમ એશિયા કપ 2023ની બીજી મેચમાં નેપાળ સામે ટકરાશે. ODI ક્રિકેટમાં આ બંને ટીમોની આ પ્રથમ ટક્કર હશે. અનુભવ સાથે ભારતની સરખામણી કરીએ તો નેપાળની ટીમ ક્યાંય જોવા મળતી નથી. મતલબ કે પડકાર બહુ મુશ્કેલ નહીં હોય. તેમ છતાં ભારત વિજય હાંસલ કરવામાં કોઈ કસર છોડશે નહીં. ખાસ કરીને ત્યારે, કે જ્યારે પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હોય અને તેમને પોઈન્ટ શેર કરવાની ફરજ પડી હોય. આવી સ્થિતિમાં મોટો સવાલ એ છે કે નેપાળ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે ? શું ભારત એ જ ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરવાનું પસંદ કરશે જેની સાથે તેઓ પાકિસ્તાન સામે રમવા ઉતરી હતી, કે પછી તેમાં કોઈ ફેરફાર થશે?
ભારતીય ટીમના દૃષ્ટિકોણથી શું થવું જોઈએ કે ટીમમાં કોઈ ફેરફાર ન થવા જોઈએ. કારણ કે પાકિસ્તાન વિરૂદ્ધ બધા જ ખેલાડીઓને પણ અજમાવવામાં આવ્યા ન હતા. અને બીજું, જ્યારે ટીમનું કોમ્બિનેશન બન્યું હોય ત્યારે તેને સેટલ થવા માટે પણ થોડો સમય જોઈએ, જે મેચ રમીને જ મેળવી શકાય છે.
મતલબ કે ટીમ ઈન્ડિયા નેપાળ સામે પોતાની જૂની રણનીતિ રમવા જઈ રહી છે. જૂનો દાવ એટલે કે જે ટીમ પાકિસ્તાન સામે રમી હતી તે નેપાળ સામે પણ રમતી જોવા મળશે. જો કે આમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. એવા અહેવાલો છે કે જસપ્રિત બુમરાહ અંગત કારણોસર મુંબઈ પરત ફર્યો છે. જો આ અહેવાલો સાચા નીકળશે તો તેના સ્થાને મોહમ્મદ શમીનું રમવું નિશ્ચિત છે. હવે આ સંદર્ભમાં ભારતની પ્લેઈંગ ઈલેવન પર નજર કરીએ તો ટીમ કંઈક આ રીતે દેખાય છે.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ/મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.
ભારત અને નેપાળ વચ્ચેની મેચ પણ પલ્લેકેલેમાં છે. મતલબ એ જ જગ્યા જ્યાં ભારત, પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી હતી. ત્યારે ફણ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી. અને, નેપાળ સાથેની મેચની વાસ્તવિકતા પણ એવી જ છે. આ મેચમાં પણ વરસાદની સંભાવના છે.