
સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં વિરાટ કોહલી અભદ્ર શબ્દનો પણ ઉપયોગ કરતો સંભળાય છે. જોકે તેમાં તે આગળ શુ કહે છે, તે સ્પષ્ટ સમજ નથી આવતુ. જોકે આ દરમ્યાન સ્પષ્ટ જોવામાં આવે છે કે, કોહલી અને એન્ડરસન વચ્ચે મામલો ગરમાઇ જાય છે. જોકે ગાળ વાળી વાત પર ભારતીય કેપ્ટન ફસાઇ પણ શકે છે. આઇસીસીના કોડ ઓફ કંડક્ટ મુજબ આંતરરાષ્ટ્રીય મેચ દરમ્યાન અભદ્ર શબ્દના ઉપયોગ કરવો લેવલ વન ગુન્હો ગણાય છે.

કેપ્ટન વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચે 2014 ની સિરીઝમાં પણ આકરી ટક્કર રહી હતી. 2014માં જ્યારે ભારતે ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે જેમ્સ એન્ડરસનની સામે કોહલી પુરી રીતે નિષ્ફળ રહ્યો હતો. પરંતુ 2018 ના પ્રવાસ દરમ્યાન કોહલીએ જોરદાર વાપસી કરી હતી. તેઓએ બે શતક લગાવ્યા હતા. સાથે જ એકવાર પણ એન્ડરસન દ્વારા આઉટ નહોતો થયો. પરંતુ હાલના તબક્કામાં એન્ડરસને પહેલા ટેસ્ટમાં વિરાટ કોહલીને ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.

આ વચ્ચે લોર્ડઝ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહે જેમ્સ એન્ડરસન પર શોર્ટ પીચ બોલનો વરસાદ વરસાવી દીધા હતા. દિવસનો અંત થવા બાદ એન્ડરસન અને ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ વચ્ચે તૂતૂ-મેંમેં થઇ હતી.

વિરાટ કોહલીના ખરાબ ફોર્મનો સીલસીલો જારી છે. લોર્ડઝ ટેસ્ટ ની બીજી ઇનીંગમાં પણ તે મોટી ઇનીંગ રમી ના શક્યો. 20 રન બનવાવ બાદ તે સેમ કરનના બોલ પર વિકેટ પાછળ કેચ આપી બેઠો હતો. આ સિરીઝમાં તે અત્યાર સુધી ફીફટી પણ નથી લગાવી શક્યા. લોર્ડઝ ટેસ્ટની પ્રથમ ઇનીંગમાં તે 42 રન બનાવી શક્યો હતો. હજુ પણ ત્રણ ટેસ્ટ મેચમાં છ ઇનીંગ બાકી છે. જોવાનુ એ રહે છે. ભારતીય કેપ્ટન કેવી રીતે પરત ફરે છે.