ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચે આજથી 5 મેચની ટેસ્ટ શ્રેણીની શરુઆત શરુ થઇ રહી છે. વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ (Team India) નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝમાં ટેસ્ટ રમાનારી છે. આજથી શરુ થઇ રહેલી ટેસ્ટ શ્રેણીમાં વિરાટ કોહલીના શતકની રાહ ફેન્સ જોઇ રહ્યા હશે. કોહલી અને ક્રિકેટના ફેન્સ પણ ઇંગ્લેન્ડ પ્રવાસ (England Tour) માં કેપ્ટનના બેટથી હવે શતક લગાવાય તેની આશા છે. આ શતક સાથે જ વિરાટ કોહલી કેપ્ટન તરીકે રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
વિરાટ કોહલીના બેટથી નવેમ્બર 2019માં સદી થઇ હતી. વિરાટ કોહલીએ કેપ્ટનના રુપમાં 41 શતક લગાવ્યા છે. વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં એક શતક લગાવે તો, તે સૌથી વધુ શતક ધરાવતો કેપ્ટન બની જશે. હાલમાં વિરાટ કોહલી અને રીકી પોન્ટીંગ (Ricky Ponting) બંને આ મામલે બરાબરી પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી એ 201 મેચમાં 41 શતક લગાવી ચુક્યો છે.
રીકી પોન્ટીંગ આંતરરાષ્ટ્રીય 324 મેચોમાં 41 શતક લગાવ્યા છે. આમ પોઇન્ટીંગ અને કોહલી બંને એ 42 આંતરરાષ્ટ્રીય શતક કેપ્ટનના મામલે ધરાવે છે. આ મામલામાં બંને બાદ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ છે. આફ્રિકાના સ્મિથે 286 મેચમાં 33 આંતરરાષ્ટ્રીય શતક નોંધાવ્યા છે.
વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેના અંતિમ પ્રવાસ દરમ્યાન તેણે દમદાર પ્રદર્શન કર્યુ હતુ. વિરાટ કોહલીએ તે દરમ્યાન 5 મેચોની ટેસ્ટ સિરીઝમાં 593 રન કર્યા હતા. આમ વિરાટ કોહલી પાસે ફરી એકવાર સારા પ્રદર્શનની આશા વર્તાઇ રહી છે. સાથે જ મોટે ભાગે સિરીઝમાં એટલે કોહલી કંઇકના કંઇક રેકોર્ડ નોંધાવતો રહેતો હોય છે. એમ એ સીલસીલાને જારી રાખીને આ સિરીઝમાં પણ રેકોર્ડ નોંધાવવાની તક છે.