
ભારતની સિનિયર ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ દરમિયાન, ભારતની અંડર-19 ટીમ પણ ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. પરંતુ BCCIની જુનિયર ક્રિકેટ સમિતિએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમમાં બે મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે. વાસ્તવમાં, ઈજાને કારણે બે ખેલાડીઓ આ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. આ પ્રવાસ 24 જૂનથી 23 જુલાઈ સુધી ચાલશે, જેમાં એક 50 ઓવરની વોર્મ-અપ મેચ, પાંચ યુવા વનડે અને બે મલ્ટી-ડે મેચ રમાશે.
ભારતીય અંડર 19 ટીમના ખેલાડીઓ આદિત્ય રાણા અને ખિલન પટેલ ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયા છે. BCCI અનુસાર, આદિત્ય રાણાને કમરના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે, જ્યારે ખિલન પટેલને જમણા પગમાં સ્ટ્રેસ રિએક્શનની સમસ્યા છે. BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ચાલી રહેલા હાઈ-પર્ફોર્મન્સ કેમ્પ દરમિયાન બંને ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આવી સ્થિતિમાં, BCCIએ આદિત્ય રાણા અને ખિલન પટેલના સ્થાને ડી. દિપેશ અને નમન પુષ્પકનો ટીમમાં સમાવેશ કર્યો છે. દીપેશ અને નમન, જે પહેલા સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં હતા, હવે મુખ્ય ટીમનો ભાગ બનશે. IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર આયુષ માહત્રેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે 14 વર્ષની ઉંમરે IPL 2025માં રાજસ્થાન રોયલ્સ માટે 35 બોલમાં સદી ફટકારીને હેડલાઈન્સમાં રહેનાર વૈભવ સૂર્યવંશી પણ આ ટીમનો ભાગ છે.
NEWS
India U19 Squad for Tour of England: Injury and Replacement Updates
Details #TeamIndiahttps://t.co/QUoyh7ymij
— BCCI (@BCCI) June 16, 2025
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજસિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આર.એસ. અંબરીશ, કનિષ્ક ચૌહાણ, હેનીલ પટેલ, યુધાજીત ગુહા, પ્રણવ રાઘવેન્દ્ર, મોહમ્મદ ઈનાન, અનમોલજીત સિંહ, ડી. દિપેશ, નમન પુષ્પક.
આ પણ વાંચો: હવે WTC નવા નિયમ સાથે રમાશે, ICCએ ટીમોની મનમાની પર રોક લગાવી