Gujarati News Sports Cricket news IND vs ENG: The star players, who are part of Team India, will return to England after completing the tour without playing a single ball.
IND vs ENG: ટીમ ઇન્ડીયાનો હિસ્સો રહેલા આ સ્ટાર ખેલાડીઓ ઇંગ્લેન્ડમાં એક પણ બોલ રમ્યા વિના પ્રવાસ પૂરો કરી પરત આવશે
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ માંચેસ્ટરમાં રમાનારી હતી. જોકે કોરોનાને લઇને તે મેચ રદ કરવામાં આવી હતી.
1 / 6
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પાંચ ટેસ્ટની શ્રેણી ચાર મેચ બાદ જ સમાપ્ત થઈ. શ્રેણીની છેલ્લી મેચ કોરોનાને કારણે રદ થઈ ગઈ. આ સાથે, આ શ્રેણીમાં તકની રાહ જોઈ રહેલા કેટલાક ખેલાડીઓની છેલ્લી આશા પણ સમાપ્ત થઈ ગઈ હતી.
2 / 6
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શાનદાર રમત બતાવનાર હનુમા વિહારી પણ કોઇપણ મેચ રમ્યા વગર પરત ફરશે. તેને પ્રારંભિક ટીમમાં જ સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ ચારેય ટેસ્ટમાં તેને તક મળી ન હતી.
3 / 6
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી મેચ માટે પ્રસિદ્ધ કૃષ્ણાંને ટીમમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ઝડપી બોલરે આ વર્ષે ડેબ્યૂ કર્યું હતું. ઇંગ્લેન્ડ પ્રવાસ પર તે સ્ટેન્ડબાય યાદીમાં હતો અને ટીમ ઇન્ડિયા સાથે તાલીમ અને મુસાફરી કરી રહ્યો છે.
4 / 6
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને પણ આ શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. વિકેટકીપર તરીકે ટીમની પ્રથમ પસંદગી ઋષભ પંત હતો. સાહાને ઈંગ્લેન્ડની પીચ પર ભરોસો બતાવવામાં આવ્યો ન હતો.
5 / 6
ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.
6 / 6
ભારતીય ટીમના સૌથી અનુભવી સ્પિન બોલર આર અશ્વિનને ચારેય ટેસ્ટમાં તક મળી નથી. સમગ્ર શ્રેણીમાં તેની ચર્ચા થઈ હતી. વિરાટ કોહલીએ તેની ટીમના સંયોજનમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને અશ્વિન ટીમની બહાર રહ્યો હતો.