IND vs ENG: વિરાટ કોહલી દ્વારા વિકેટ બાદ દર્શાવાતી આક્રમકતા ગાવાસ્કરને ખૂંચવા લાગી, કહ્યું ચીસો પાડવાને બદલે આમ કરો!

પૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટર ગાવાસ્કરને વિરાટ કોહલી દ્વારા વિકેટ બાદ દર્શાવાતી આક્રમકતા ખટકવા લાગી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને આક્રમકતા અંગે જણાવતા ગાવાસ્કરની પ્રતિક્રિયા સામે આવી છે.

IND vs ENG: વિરાટ કોહલી દ્વારા વિકેટ બાદ દર્શાવાતી આક્રમકતા ગાવાસ્કરને ખૂંચવા લાગી, કહ્યું ચીસો પાડવાને બદલે આમ કરો!
Virat Kohli
| Edited By: | Updated on: Aug 27, 2021 | 5:55 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી લીડ્ઝ ટેસ્ટ (Leeds Test)માં ભારતીય ટીમ મુશ્કેલ સ્થિતીમાં છે. આ પરિસ્થિતી દરમ્ચાન જેને પણ મોકો મળે એ હાલમાં ભારતીય ટીમ (Team India)ને ભૂલોને શોધવામાં લાગી ચુક્યા છે. હવે આમાં વધુ એક નામ સુનિલ ગાવાસ્કર (Sunil Gavaskar)નું પણ જોડાયુ છે. ગાવાસ્કરે કહ્યું છે કે પ્રત્યેક વિકેટ બાદ ચિસા-ચીસ કરવાને બદલે પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ. કેપ્ટન વિરાટ કોહલી મેદાનમાં આ જ પ્રકારે ચિસા-ચીસ ભરી આક્રમકતામાં જોવા મળતો હોય છે.

 

પૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટર ગાવાસ્કરને વિરાટ કોહલી દ્વારા વિકેટ બાદ દર્શાવાતી આક્રમકતા ખટકવા લાગી છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને આક્રમકતા અંગે જણાવતા ગાવાસ્કરની પ્રતિક્રિયા સામે આવી છે. નાસિર હુસેને લખ્યુ હતુ કે કોહલી યોગ્ય સમયે ભારતીય ટીમનું નેતૃત્વ કરવા માટે ફીટ વ્યક્તિ છે. તેના ખેલાડી ખાસ કરીને બોલર આક્રમક કેપ્ટન ઈચ્છતા હોય છે. આ ભારતીય ટીમ નથી કે જે પહેલા હતી.

 

હુસેનના ભૂતકાળની ટીમના સંદર્ભને લઈને ગાવાસ્કરને યોગ્ય લાગ્યુ નહોતુ. જેને લઈને તેઓએ પ્રથમ દિવસની રમત દરમ્યાન જ કોમેન્ટ્રીમાં તેના જવાબ આપ્યા હતા. સાથે જ ગાવાસ્કરે કહ્યુ હતુ કે માત્ર તમારા ચહેરા પર આક્રમકતા દર્શાવવાની જરુર નથી.

 

ગાવાસ્કરે કહ્યું મને નથી લાગતુ કે આક્રમકતા નો મતલબ એ છે કે તમારે હંમેશા વિપક્ષનો સામનો કરવો પડે છે. તમે જોશ દર્શાવી શકો છો. તમે તમારી ટીમ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી શકો છો. આ સ્પષ્ટ સંદર્ભ કોહલીના મેદાન પર વ્યવહાર કરવાના પ્રકાર સાથે હતો. જોકે ગાવાસ્કરે એ વાત સાથે સહમતિ દર્શાવી હતી કે ટીમમાં કોહલી ઉર્જા લાવે છે. જેની પર તેમણે હુસેનની વાત પર સમર્થન કર્યુ હતુ.

 

હાલમાં લીડઝમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટોસ જીતીને વિરાટ કોહલીએ પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જેમાં ભારતીય ટીમ 78 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કોહલી સહિતના બેટ્સમેન નિષ્ફળ નિવડ્યા હતા. જેને લઈને કોહલી ટીકાકારોના નિશાને ચઢ્યો હતો.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સને વેસ્ટઇન્ડીઝથી મળ્યા ખુશખબર, CSK નો આ ‘ચેમ્પિયન’ ક્રિકેટર દેખાયો જબરદસ્ત રંગમાં

 

આ પણ વાંચોઃ IPL 2021: ચેન્નાઇ સુપર કિંગ્સને વેસ્ટઇન્ડીઝથી મળ્યા ખુશખબર, CSK નો આ ‘ચેમ્પિયન’ ક્રિકેટર દેખાયો જબરદસ્ત રંગમાં