#INDvsENG: સ્ટુઅર્ટ બ્રોડ પર ફરીથી ‘દેશી માર’, બુમરાહે મચાવી એવી ધમાલ ચાહકોને યુવરાજની યાદ આવી ગઈ

|

Jul 02, 2022 | 10:16 PM

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં ખળભળાટ મચાવી દીધો છે. તેણે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં 35 રન બનાવ્યા છે અને તે પણ ટેસ્ટ ક્રિકેટમાં.

#INDvsENG: સ્ટુઅર્ટ બ્રોડ પર ફરીથી દેશી માર, બુમરાહે મચાવી એવી ધમાલ ચાહકોને યુવરાજની યાદ આવી ગઈ
સોશિયલ મીડિયા પર ચાહકોએ ખૂબ મીમ્સ શેર કર્યા

Follow us on

જો તમને વર્ષ 2007માં યોજાયેલ ટી-20 વર્લ્ડ કપ યાદ હોય તો તમે યુવરાજ સિંહ (Yuvraj Singh) ની ધમાકેદાર ઇનિંગ્સને ભૂલ્યા નહીં હોય. તેણે ઈંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ (Stuart Broad) ની એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ડરબનમાં તેની તોફાની ઇનિંગ્સે આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો હતો.આ વાત આજથી લગભગ 14 વર્ષ પહેલાની હતી, પરંતુ તેની એક ઝલક ફરી એકવાર જોવા મળી છે. આ વખતે માત્ર બેટ્સમેન બદલાયા છે, બોલર છે. આ વખતે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) ધમાલ મચાવી છે.

બુમરાહે બ્રોડની એક ઓવરમાં 35 રન બનાવ્યા છે અને તે પણ ટેસ્ટ ક્રિકેટમાં. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ રમી રહી છે. આ દરમિયાન બ્રોડ ઈંગ્લેન્ડ તરફથી 84મી ઓવર લાવ્યો હતો, પરંતુ આ ઓવરમાં બુમરાહે તેના બોલને એવી રીતે ફટકાર્યા કે લોકોને યુવરાજ સિંહ યાદ આવી ગયો. કદાચ સ્ટુઅર્ટ બ્રોડે પણ તેને યાદ કર્યો હશે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

બુમરાહે બ્રોડના બોલ પર આ ધોલાઈ કરીને ટેસ્ટ ક્રિકેટમાં એક ઈતિહાસ રચ્યો હતો. બુમરાહે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં એટલા રન બનાવ્યા છે જેટલો વિશ્વનો કોઈ બેટ્સમેન બનાવી શક્યો નથી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. હવે સોશિયલ મીડિયા પર પણ બુમરાહ દ્વારા બ્રોડની આ ધમાલ જોઈને લોકો પાગલ થઈ રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે બુમરાહે યુવરાજ સિંહની યાદ અપાવી છે, તો કેટલાક ફની મીમ્સ શેર કરીને લોકોને હસાવી રહ્યા છે.

Published On - 9:57 pm, Sat, 2 July 22

Next Article