IND vs ENG: રોહિત શર્માનુ બેટ ઇંગ્લેન્ડમાં ખૂબ ખૂલ્યુ હતુ, રન ખડકવાના મામલામાં સાથી ખેલાડીઓને પણ પાછળ છોડ્યા

|

Sep 11, 2021 | 7:26 AM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ફક્ત ચાર જ મેચ રમી શકાઇ હતી. સિરીઝની અંતિમ મેચ કોરોનાને કારણે રદ થઇ હતી.

1 / 6
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતે શાનદાર રમત દર્શાવી હતી. પાંચ મેચોની શ્રેણીમાંથી માત્ર ચાર મેચ રમી શક્યા હતા પરંતુ ભારતે આ ચારમાંથી બે ટેસ્ટ જીતી હતી. આ શ્રેણીમાં રોહિત શર્માનું બેટ ભારત માટે ખૂબ ખૂલ્યુ હતું. તેના સિવાય અન્ય ઘણા બેટ્સમેનોએ પણ ઘણા રન બનાવ્યા હતા.

2 / 6
રોહિત શર્માએ આ શ્રેણીમાં શાનદાર રમત બતાવી હતી. તેણે ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 8 ઇનિંગ્સમાં 52.57 ની સરેરાશથી 368 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી બે અડધી સદી પણ નીકળી હતી. જોકે, શ્રેણીમાં સૌથી વધુ રન ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટના બેટમાંથી આવ્યા હતા, જેમણે 564 રન બનાવ્યા હતા.

3 / 6
ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ઓપનર કેએલ રાહુલનો હતો. રાહુલે ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. તે જ સમયે, શ્રેણીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ જો રૂટનો રહ્યો છે. તેણે પ્રથમ ટેસ્ટમાં 180 રનની અણનમ ઇનિંગ રમી હતી.

4 / 6
ભારત તરફથી માત્ર બે ખેલાડીઓ જ સદી ફટકારી શક્યા હતા. કેએલ રાહુલ અને રોહિત શર્મા. ઓપનર રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં 127 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં રોહિતની સરેરાશ 52.57 પણ ભારતમાં સૌથી વધુ હતી.

5 / 6
અડધી સદીની વાત કરીએ તો ત્રણ સ્ટાર બેટ્સમેનો આ બાબતમાં બરાબરી પર રહ્યા હતા. રોહિત શર્મા ઉપરાંત ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શાર્દુલ ઠાકુરે બે-બે અડધી સદી ફટકારી હતી. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી હસીબ હમીદ અને રોરી બર્ન્સે પણ બે-બે અડધી સદી ફટકારી હતી.

6 / 6
ભારતીય ટીમે ચાર ટેસ્ટ મેચો પૈકી 2 ટેસ્ટ મેચમાં જીત મેળવી હતી. જેમાં લોર્ડઝ અને ઓવલની ટેસ્ટ મેચ ભારતીય ટીમે શાનદાર રીતે જીતી લીધી હતી. સિરીઝની પ્રથમ મેચ વરસાદને લઇને પરિણામ વિના પૂર્ણ થઇ હતી.

Next Photo Gallery