IND vs ENG: ઋષભ પંતે પણ ઝડપ્યા કમાલના કેચ, સુપરમેનની માફક બોલ ગ્લવ્ઝમાં લપકવાને લઈ ફેન્સના દિલ ખુશ-Video

જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) અને મોહમ્મદ શમીની ઘાતક બોલિંગને ઋષભ પંત (Rishabh Pant) ની જબરદસ્ત વિકેટકીપિંગનો સારો સાથ મળ્યો અને ભારતીય ટીમે ઈંગ્લેન્ડના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો.

IND vs ENG: ઋષભ પંતે પણ ઝડપ્યા કમાલના કેચ, સુપરમેનની માફક બોલ ગ્લવ્ઝમાં લપકવાને લઈ ફેન્સના દિલ ખુશ-Video
| Edited By: | Updated on: Jul 12, 2022 | 8:45 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના માત્ર કેટલાક ખેલાડીઓ માટે જ અત્યાર સુધી ઈંગ્લેન્ડનો પ્રવાસ ઘણો સારો રહ્યો છે. તેમાં પ્રથમ હરોળમાં જો કોઈ નામ લખી શકાય તો તે છે સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant). એજબેસ્ટન ટેસ્ટ સદીથી લઈને T20 શ્રેણીમાં સારી શરૂઆત સુધી, તેણે હવે ODI શ્રેણીમાં પણ શાનદાર શરૂઆત કરી છે. આ વખતે બેટથી શાનદાર પ્રદર્શન કરતા પહેલા ઋષભ પંતે વિકેટ પાછળ પોતાની શાનદાર કીપિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. પંતે ઓવલ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પ્રથમ ODIની શરૂઆતની ઓવરોમાં બે જબરદસ્ત કેચ લઈને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

ઓવલમાં પ્રથમ બોલિંગ કરવા આવેલી ભારતીય ટીમે પ્રથમ 6 ઓવરમાં જ ઈંગ્લેન્ડની બેટિંગને વેરવિખેર કરી નાખી હતી. ખાસ કરીને જસપ્રિત બુમરાહના બોલનો ઈંગ્લિશ બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો. તે પછી વિકેટ પાછળ ઋષભ પંતે જે પ્રકારની ચપળતા બતાવી, તેણે ઈંગ્લેન્ડની હાલત ખરાબ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી.

એક હાથે જબરદસ્ત કેચ

જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં બે વિકેટ લીધા બાદ ઈંગ્લેન્ડને તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પાસેથી આશા હતી, પરંતુ તે પણ કંઈ કરી શક્યો ન હતો. ત્રીજી ઓવરમાં, મોહમ્મદ શમીનો ઘાતક બોલ તેના બેટની અંદરની કિનારી સાથે અથડાયો અને લેગ-સાઇડ તરફ વિકેટની પાછળ કેચ થયો. ઋષભ પંતે આ તક હાથમાંથી જવા ન દીધી અને પોતાની જમણી બાજુએ શ્રેષ્ઠ ડાઈવ લગાવીને એક હાથે ચોંકાવનારો કેચ લીધો.

 

 

પંતનું દિલ એકવારથી ભરાયું નહીં

આ કેચ પહેલા જ પ્રેક્ષકોને દંગ કરી ચૂક્યો હતો અને પછી છઠ્ઠી ઓવરમાં પંતે ફરી એક અદ્ભુત કેચ લીધો. આ વખતે બુમરાહનો બોલ જોની બેયરિસ્ટોના બેટની બહારની કિનારી સાથે અથડાયો અને પંતે તેની જમણી તરફ ડાઇવ કરીને સ્લિપની સામે એક હાથે અદ્ભુત કેચ લીધો. પંતના આ બે કેચની મદદથી ભારતે ઈંગ્લેન્ડની 4 વિકેટ 17 રનમાં પાડી દીધી હતી.

બુમરાહનું રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન

આ કેચ અને શરૂઆતના મારામારીમાંથી ઈંગ્લેન્ડની ઈનિંગ્સ રિકવર થઈ શકી નથી. કેપ્ટન જોસ બટલરે 30 રન બનાવ્યા બાદ થોડો પ્રયાસ કર્યો હતો, જ્યારે ડેવિડ વિલી અને બ્રાઈડન કાર્સે નીચલા ક્રમમાં 35 રનની ભાગીદારી કરી હતી, જેના આધારે ઈંગ્લિશ ટીમ 110 રન સુધી પહોંચી શકી હતી. બુમરાહે ભારત માટે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 6/19 લીધા, જે ઈંગ્લેન્ડ સામે કોઈપણ ભારતીય બોલર માટે શ્રેષ્ઠ આંકડો છે. આ સાથે જ શમીને પણ 3 વિકેટ મળી હતી.

 

Published On - 8:18 pm, Tue, 12 July 22