
રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 2,000 રન અને 200 વિકેટ મેળવનાર પાંચમો ભારતીય છે. આ રેકોર્ડમાં કપિલ દેવ તેની પહેલા છે. જેમણે 434 વિકેટ લીધી અને 5,248 રન બનાવ્યા. ત્યારબાદ અશ્વિન આવે છે જેણે 413 વિકેટ અને 2,685 રન બનાવ્યા છે. અનિલ કુંબલેએ 619 વિકેટ લીધી અને 2,506 રન બનાવ્યા. હરભજન સિંહ 413 વિકેટ અને 2,224 રન સાથે ચોથા સ્થાને છે. રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં 221 વિકેટ સાથે 2,012 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયાના બાકીના સ્ટાર્સને કારણે રવિન્દ્ર જાડેજાની રમત ઘણી વખત છુપાયેલી રહી હોય છે, પરંતુ આ ખેલાડી ટેસ્ટમાં ખૂબ અસરકારક રહ્યો છે. તેની રન બનાવવાની સરેરાશ 35.44 છે. જ્યારે તેની વિકેટ લેવાની સરેરાશ 24.41 છે. એટલે કે બેટિંગ અને બોલિંગની સરેરાશ 11.03 છે. આ અર્થમાં તે વિશ્વના મહાન ઓલરાઉન્ડરોમાં ચોથા નંબરે આવે છે. માત્ર વેસ્ટ ઈન્ડિઝના ગેરી સોબર્સ, દક્ષિણ આફ્રિકાના જેક કાલિસ અને પાકિસ્તાનના ઈમરાન ખાન તેની આગળ છે.

સોબર્સની બેટિંગ-બોલિંગ સરેરાશમાં 23.74નો તફાવત હતો, કાલિસ 22.71 સાથે બીજા અને ઈમરાન 14.88 સાથે ત્રીજા નંબરે છે. અહીં બતાવી દઈએ કે બેટિંગમાં સરેરાશ જેટલી વધારે હોય તેટલી સારી, જ્યારે બોલિંગમાં ઓછી હોય તે સારી. શાન પોલોક, શાકિબ અલ હસન, ઈયાન બોથમ, રિચાર્ડ હેડલી, ક્રિસ કેર્ન્સ અને કપિલ દેવ જેવા મહાનુભાવોના નામ જાડેજા પછી આવે છે.

રવિન્દ્ર જાડેજાએ 2009માં ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. ચાર વર્ષ પછી 2013માં તે ટેસ્ટ ટીમનો હિસ્સો બન્યો. અત્યાર સુધી તે 52 ટેસ્ટ, 168 વનડે અને 50 ટી20 મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં 211 વિકેટ અને 2,012 રન, વનડે માં 188 વિકેટ અને 2,411 રન ધરાવે છે. જ્યારે ટી20 ક્રિકેટમાં 39 વિકેટ અને 217 રન છે.
Published On - 11:28 pm, Fri, 6 August 21