IND vs ENG: પાકિસ્તાન રમતની ખેલદીલી ચુક્યુ, ભારત ઇંગ્લેંડ શ્રેણીનુ પ્રસારણ પાકિસ્તાનમાં નહી કરાય

|

Jun 09, 2021 | 7:37 AM

પાકિસ્તાન કેબિનેટ એ રાજનૈતિક તણાવને બહાને ભારત અને ઇંગ્લેંડ ( India Vs England) વચ્ચેની શ્રેણીનુ લાઇવ ટેલીકાસ્ટના કોન્ટ્રાકટનો અસ્વિકાર કર્યો હતો. ભારતીય કંપની સાથે કોન્ટ્રાક્ટ પ્રસ્તાવને કેબિનેટે અસ્વિકાર કર્યો હતો.

IND vs ENG: પાકિસ્તાન રમતની ખેલદીલી ચુક્યુ, ભારત ઇંગ્લેંડ શ્રેણીનુ પ્રસારણ પાકિસ્તાનમાં નહી કરાય
Virat Kohli-Joe Root

Follow us on

એક બાજુ પાકિસ્તાન (Pakistan) ભારત સાથે મેચ રમવા માટેની વાતો કરે છે. તો બીજી બાજુ ભારતની મેચ ના પ્રસારણ ને લઇને પણ પેટમાં દુ:ખે છે. પાકિસ્તાન કેબિનેટ એ રાજનૈતિક તણાવને બહાને ભારત અને ઇંગ્લેંડ ( India Vs England) વચ્ચેની શ્રેણીનુ લાઇવ ટેલીકાસ્ટ ના કોન્ટ્રાકટનો અસ્વિકાર કર્યો હતો. ભારતીય કંપની સાથે કોન્ટ્રાક્ટ પ્રસ્તાવને કેબિનેટે અસ્વિકાર કર્યો હતો. આમ પાકિસ્તાને બે મોંઢાની વાતોનુ પણ પ્રદર્શન કર્યુ હતુ.

પાકિસ્તાનના કેન્દ્રીય માહિતી પ્રધાન ફવાદ ચૌધરી એ કેબિનેટ બેઠક બાદ મીડિયાને બતાવ્યુ હતુ. જે મુજબ પાકિસ્તાન ટેલિવીઝન એટલે કે PTV દ્રારા સરકાર ને મેચોના ટેલીકાસ્ટ માટે, સ્ટાર અને સોની થી કરાર પર સાઇન કરવા માટે આગ્રહ કર્યો હતો. કેબિનેટ એ ઇંગ્લેંડ પાકિસ્તાન ક્રિકેટ સિરીઝ ના પ્રસારણ માટે સ્ટાર અને સોની સાથે ના કરારના પીટીવી ના આગ્રહને પણ ફગાવ્યો હતો.

ફવાદ કહ્યુ હતુ કે, ઇમરાન ખાન સરકાર પહેલા જ સ્પષ્ટ કરી ચુકી છે કે, ભારત સાથે સંબંધો 5 ઓગષ્ટ 2019 ની કાર્યવાહીને પલટવા પર નિર્ભર કરશે. એટલે કે તે જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવવા ને લઇને વાત કરી રહ્યા હતા. તેણે કહ્યુ, ત્યાં સુધી તે કાર્યવાહીને પરત નહી લઇ શકાય, જ્યાં સુધી ભારત સાથે અમારા સંબંધો સામાન્ય ના થઇ જાય.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

ફવાદે કહ્યુ હતુ કે, સ્ટાર અને સોનીના દક્ષિણ એશિયાની તમામ ક્રિકેટ ઇવેન્ટ પર એકાધિકાર છે. ભારતીય કંપની સાથે કરાર નહી કરવાની સ્થિતીમાં પાકિસ્તાનમાં સિરીઝનુ ટેલીકાસ્ટ નહી કરવામાં આવે. તેમણે જોકે કહ્યુ કે, સરકાર ઇંગ્લેંડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને અન્ય વિદેશી કંપનીઓ દ્રારા વચલો રસ્તો નિકાળીશુ. કેબિનેટ ના નિર્ણય થી PTV અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને નાણાકિય નુકશાનનો સામનો કરવો પડશે. પાકિસ્તાન અને ઇંગ્લેંડ (Pakistan vs England) વચ્ચે ક્રિકેટ સિરીઝ 8 જૂલાઇ થી શરુ થનાર છે.

Next Article