IND vs ENG: ભારતે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે 170 રનનો સ્કોર નોંધાવ્યો, જોર્ડનની 4 અને ડેબ્યૂટન્ટ ગ્લીસનની 3 વિકેટ

|

Jul 09, 2022 | 9:02 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે બીજી ટી20 મેચ એજબેસ્ટનમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના માટે આજે ડેબ્યૂટન્ટ રિચાર્ડ ગ્લીસન (Richard Gleeson) મુશ્કેલ સાબિત થયો હતો. તેણે ત્રણ મહત્વના બેટ્સમેનોને એક બાદ એક પરત મોકલ્યા હતા અને 4 વિકેટ ઝડપી હતી.

IND vs ENG: ભારતે એજબેસ્ટનમાં ઈંગ્લેન્ડ સામે 170 રનનો સ્કોર નોંધાવ્યો, જોર્ડનની 4 અને ડેબ્યૂટન્ટ ગ્લીસનની 3 વિકેટ

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે રમાઈ રહેલી ટી20 શ્રેણી ની બીજી મેચ બર્મિંગહામના એજબેસ્ટનમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને ભારતીય ટીમ પહેલા બેટીંગ કરવા માટે મેદાને આવી હતી. ભારતીય ટીમમાં અનુભવી ખેલાડીઓ વિરાટ કોહલી (Virat Kohli), ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા પરત ફર્યા હતા. પરંતુ બેટીંગમાં ભારતીય ટીમના બેટ્સમેનોએ અપેક્ષા મુજબનુ પ્રદર્શન કર્યુ નહોતુ. આમ છતાં ભારતે લડાયક સ્કોર ઈંગ્લેન્ડ સામે ખડક્યો હતો. ભારતીય ટીમે (Indian Cricket Team) 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 170 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ડેબ્યૂટન્ટ ગ્લીસને 3 અને જોર્ડને 4 વિકેટ ભારત સામે ઝડપી હતી.

ભારતીય ટીમનુ ઓપનીંગ ઋષભ પંત અને કેપ્ટન રોહિત શર્માએ કર્યુ હતુ. આ જોડીએ શરુઆતની 5 મી ઓવર સુધીમાં સાથે મળીને 49 રનનો સ્કોર બનાવ્યો હતો. પરંતુ પાંચમી ઓવરના પાંચમા બોલે રોહિત શર્મા કેચ ઝડપાયો હતો. તેની વિકેટ ઈંગ્લેન્ડના ડેબ્યૂટન્ટ બોલર ગ્લીસને ઝડપી હતી. રોહિત શર્માએ સારી લય સાથે શરુઆત અપાવી હતી, પરંતુ ઉછાળ ભર્યા બોલ પર તે વિકેટ ગુમાવી બેઠો હતો અને તેનો કેચ વિકેટકીપર જોસ બટલરે ઝડપ્યો હતો. તે 20 બોલમાં 31 રન 2 છગ્ગાની મદદ વડે નોંધાવીને પરત ફર્યો હતો.

રોહિતની વિકેટ ગુમાવવા બાદ ભારતીય વિકેટોનો સિલસિલો શરુ થયો હતો. જોકે ભારતીય સ્કોર બોર્ડમાં રન ઉમેરાતા રહેતા રાહત રહી હતી. રોહિત શર્મા બાદ વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો હતો અને આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માત્ર 1 જ રનનુ યોગદાન આપી શક્યો હતો. ત્યાર બાદ ઋષભ પંત પણ 15 બોલમાં 26 રન નોંધાવીને આઉટ થયો હતો. કોહલી બાદ તુરજ બેક ટુ બેક વિકટના રુપમાં પંત પરત ફર્યો હતો. બંને સ્ટાર ખેલાડીઓની વિકેટ પણ ડેબ્યૂટન્ટ ગ્લીસને ઝડપી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

જાડેજાએ બાજી સંભાળી

સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા હવે સ્થિતી સંભાળી લેશે એવી આશા હતી. પરંતુ બંને એક બાદ એક ઝડપથી પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. સૂર્યકુમાર 11 બોલમાં 12 રન અને હાર્દિક 15 બોલમાં 12 રન નોંધાવીને પરત ફર્યા હકા. બંનેને ક્રિસ જોર્ડને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ સ્થિતી સંભાળીને જવાબદારી પોતાના ખભે ઉઠાવી હતી. તેણે અંત સુધી રમત રમીને 46 રન જોડ્યા હતા. આ માટે તેણે 29 બોલનો સામનો કર્યો હતો, આ દરમિયાન તેને દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલે પણ સાથ પૂરાવ્યો હતો. કાર્તિક 12 અને હર્ષલ 13 રન નોંધાવીને આઉટ થયા હતા.

Published On - 8:42 pm, Sat, 9 July 22

Next Article