ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચોથા દિવસની રમત સમાપ્ત થવા દરમ્યાન ભારત મજબૂત સ્થિતીમાં લાગી રહ્યું છે. ત્રીજા દિવસ બાદ ચોથા દિવસની રમત પણ ભારતના પક્ષમાં રહી હતી. જોકે જો રુટ (Joe Root)ની સદી ભારતીય ટીમ (Team India)ને પરેશાન કરી ચુકી હતી. પરંતુ ભારતીય ટીમ માટે લક્ષ્ય સિમીત રહ્યું હતુ. ભારતીય ટીમે મેચની અંતિમ ઈનીંગની શરુઆત કરતા ઓપનર કેએલ રાહુલ (KL Rahul)ના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. દિવસને અંતે એક વિકેટે 52 રનનો સ્કોર ભારતે કર્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) અને ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) રમતમાં હતા.
આ પહેલા આજે ચોથા દિવસની રમતની શરુઆત ઈંગ્લેન્ડે વગર કોઈ વિકેટે 25 રનના સ્કોર સાથે કરી હતી. જોકે એક બાદ એક વિકેટ પડવાનો ક્રમ જારી રહ્યો હતો તો બીજી તરફ કેપ્ટન જો રુટ પોતાનો છેડો સાચવી રાખી શતક પુર્ણ કર્યુ હતુ. સાથે જ ભારત સામે સન્માનજનક પડકાર ખડકવામાં ઈંગ્લેન્ડને સફળતા મળી હતી.
ભારતીય બોલર જસપ્રીત બુમરાહની બોલીંગ સામે ઈંગ્લેન્ડની ટીમ જાણે ધ્વસ્ત થવા લાગી હતી. એક માત્ર કેપ્ટને ક્રિઝ પર રહી ભારતીય બોલરોનો સામનો કર્યો હતો. જોકે ભારતીય બોલરો ઈંગ્લીશ ટીમને યોજના મુજબ ચોથા દિવસની રમત સમાપ્ત થવા પહેલા સમેટી લેવામાં સફળ રહ્યા હતા. બુમરાહે ઈનીંગમાં 5 વિકેટ ઝડપી હતી. તેણે શુક્રવારે પણ અંતિમ વિકેટ માટે જબરદસ્ત રમત રમીને ઈંગ્લેન્ડની ટીમની મુશ્કેલી વધારી દીધી હતી.
ભારતીય ટીમને અંતિમ સેશનનમાં બીજી બેટીંગ ઈનીંગ રમવાનો મોકો મળ્યો હતો. જેનો લાભ ઉઠાવતા ચોથા દિવસની રમતના અંત સુધીમાં ભારત 50 રનના સ્કોરને પાર કરવામાં સફળ રહ્યું હતુ. ભારતીય ટીમે દિવસના અંત જાહેર થવા સમયે 52 રન એક વિકેટ ગુમાવીને કરી લીધા હતા. કેએલ રાહુલ આજે ઝડપથી વિકેટ ગુમાવી બેસતા નિરાશ રહ્યો હતો. 34 રનના સ્કોર પર રાહુલ 26 રનની ઈનીંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે પુજારાએ રમતમાં આવતા જ બાઉન્ટ્રીઓ લગાવી હતી.
Published On - 12:07 am, Sun, 8 August 21