ભારતીય ટીમ (Team India) હાલમાં ઓવલ મેદાન (Oval Test) પર ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે અને આજે આ મેચનો ચોથો દિવસ છે. આવી સ્થિતિમાં ભારત માટે કેટલાક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફના ચાર સભ્યોને અલગ રાખવામાં આવ્યા છે. BCCI એ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. આ ચાર લોકોમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri), બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલ નો સમાવેશ છે. શાસ્ત્રીનો ફ્લોર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથીઆ નિર્ણય લેવામાં આવ્યો છે.
BCCI એ તેના નિવેદનમાં કહ્યું છે કે, “BCCI મેડિકલ ટીમે રવિ શાસ્ત્રી, ભરત અરુણ, આર. શ્રીધર અને નીતિન પટેલને સાવચેતીના ભાગરૂપે અલગ રાખવામાં આવ્યા છે. શાસ્ત્રીનો ફ્લો ટેસ્ટ ગત સાંજે પોઝિટિવ આવ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો છે અને આ લોકો ટીમ હોટલમાં રહેશે અને મેડિકલ ટીમની ખાતરી વગર ટીમ સાથે મુસાફરી કરશે નહીં.
બીસીસીઆઈએ તેના નિવેદનમાં કહ્યું છે કે ટીમના બાકીના સભ્યોનો ફ્લો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, બાકીની ટીમ ઇન્ડિયા માટે પણ બે ફ્લોર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક છેલ્લી રાત્રે અને એક સવારે. જે સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેમને ઓવલ ખાતે રમાનારી ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે મેદાનમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.
UPDATE – Four members of Team India Support Staff to remain in isolation.
More details here – https://t.co/HDUWL0GrNV #ENGvIND pic.twitter.com/HG77OYRAp2
— BCCI (@BCCI) September 5, 2021
મેચની વાત કરીએ તો આ સમયે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પર ભારે દેખાઈ રહી છે. મુલાકાતી ટીમે ત્રીજા દિવસનો અંત ત્રણ વિકેટના નુકસાને 270 રન સાથે કર્યો અને પોતાની લીડ 171 સુધી લંબાવી. રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારાએ બીજી વિકેટ માટે 153 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 127 રન અને પૂજારાએ 51 રન બનાવ્યા હતા. વિદેશની ધરતી પર રોહિતની આ પ્રથમ ટેસ્ટ સદી છે અને એકંદરે આઠમી ટેસ્ટ સદી છે. ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે પોતાની ઈનિંગમાં 290 રન બનાવ્યા અને ભારત પર 99 રનની લીડ મેળવી. ચોથા દિવસની રમત પર હવે ટીમનો દારોમદાર રહ્યો છે.