IND vs ENG: ઈંગ્લેન્ડે ભારત સામે 209 રનનું લક્ષ્યાંક રાખ્યુ, બુમરાહની 5 વિકેટ, જો રુટની સદી

|

Aug 07, 2021 | 11:05 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ચોથા દિવસની તેની બીજી બેટીંગ ઈનીંગ પહેલા મજબૂત સ્થિતીમાં છે. 95 રનની પ્રથમ ઈનીંગ લીડ જીત માટે મજબૂત પાયારુપ સાબિત થઈ શકે છે.

સમાચાર સાંભળો
IND vs ENG: ઈંગ્લેન્ડે ભારત સામે 209 રનનું લક્ષ્યાંક રાખ્યુ, બુમરાહની 5 વિકેટ, જો રુટની સદી
Jasprit Bumrah

Follow us on

ભારત અને ઈંંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ નોટિંગહામમાં રમાઈ રહી છે. ભારતે પ્રથમ બેટીંગ ઈનીંગમાં ઈંગ્લેન્ડ સામે 95 રનની મજબૂત લીડ મેળવી હતી. ઈંગ્લેન્ડની ટીમે આજે ચોથા દિવસની રમતની શરુઆત શૂન્ય વિકેટે 25 રનના સ્કોરથી શરુઆત કરી હતી. ઈંગ્લેન્ડની ટીમે 303 રનની બીજી બેટીંગ ઈનીંગ રમી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે 109 રનની રમત રમી હતી. આમ ભારતની 95 રનની લીડને લઈ ઈંગ્લેન્ડે 209 રનનું લક્ષ્યાંક આપ્યુ હતુ.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્રીજા દિવસની રમત ભારતના બેટ્સમેનોના નામે રહી હતી. આજે ચોથા દિવસની રમતની જવાબદારી ભારતીય બોલરોની હતી. ભારતીય બોલરોએ આ જવાબદારીને નિભાવી દર્શાવી હતી. ભારતીય બોલરોએ શાનદાર બોલીંગ કરી હતી ખાસ કરીને જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah)  જબરદસ્ત બોલીંગ કરી હતી. તેણે 5 વિકેટ ઝડપી હતી.

 

 

ચોથા દિવસની રમતની શરુઆત કરતા 12 રન સ્કોરમાં ઉમેરવાની સાથે જ ઈંગ્લેન્ડ ટીમની ઓપનર જોડી તુટી ગઈ હતી. રોરી બર્ન્સ 18 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ આવેલ ઝેક ક્રાઉલી પણ ઝડપથી પરત પેવેલિયન ફર્યો હતો. તેણે 6 રન કર્યા હતા. ડોમિનિક સિબલીએ 28 રન કર્યા હતા. આ દરમ્યાન રમતમાં આવેલા જો રુટે સિબલી સાથે મળીને સારી ભાગીદારી રમત રમી હતી. જો રુટે (Joe Root) શાનદાર શતકીય ઈનીંગ રમી હતી.

 

 

જો રુટે 172 બોલની રમત રમીને 109 રનની ઈનીંગ રમી હતી. જેને લઈને ભારત સામે એક પડકારજનક સ્કોર ઈંગ્લેન્ડ ખડકી શક્યુ હતુ. જોની બેયરીસ્ટોએ 30 રન, લોરેન્સે 25 રનની ઈનીંગ રમી હતી. જોસ બટલર 17 રન બનાવીને આઉટ થયો હતો. સેમ કરને 32 રનની ઈનીંગ રમી હતી. રોબીન્સને 15 રન કર્યા હતા. જ્યારે બ્રોડ શૂન્યમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો. આમ 303 રન બનાવીને ઈંગ્લેન્ડની ટીમ પેવેલિયન પરત ફરી હતી.

બુમરાહની કમાલ

ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે તેનો કમાલ જારી રાખ્યો છે. તેણે પ્રથમ ઈનીંગમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનીંગમાં 5 વિકેટ ઝડપી હતી. આમ તેના કમાલને લઈને ભારતીય ટીમ ઈંગ્લેન્ડને મર્યાદિત સ્કોર પર સિમીત રાખી શક્યુ હતુ. મહમંદ સિરાજે 2 વિકેટ ઝડપી હતી. જ્યારે શાર્દૂલ ઠાકુરે પણ 2 વિકેટ ઝડપી હતી. મંહમદ શામીએ 2 વિકેટ ઝડપી હતી.

 

 

આ પણ વાંચોઃ નિરજ ચોપરાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યુ ગોલ્ડ મેડલ, કહ્યું ગોલ્ડ મેડલ જીતવાની ન હતી અપેક્ષા

આ પણ વાંચોઃ Neeraj Chopra Gold: નિરજ ચોપરાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, હવે હરિયાણા સરકાર આપશે 6 કરોડ રૂપિયા અને કલાસ-1ની નોકરી

Published On - 10:59 pm, Sat, 7 August 21

Next Article