IND vs ENG: ઇંગ્લેન્ડના ઝડપી બોલર એન્ડરસની વ્યથા, બુમરાહે મને ઝડપી બોલ ફેંક્યા, કહ્યુ આતો ચીટીંગ છે !

|

Aug 20, 2021 | 9:27 AM

ભારતીય ટીમે લોર્ડઝ ટેસ્ટ (Lord’s Test) માં જબરદસ્ત જીત મેળવી હતી. આ દરમ્યાન બુમરાહે બેટ અને બોલ બંને વડે કમાલ કર્યો હતો. એન્ડરસનેતેની સાથે સર્જેલા ઘર્ષણની ચર્ચા હજુ પણ શાંત થઇ રહી નથી.

IND vs ENG: ઇંગ્લેન્ડના ઝડપી બોલર એન્ડરસની વ્યથા, બુમરાહે મને ઝડપી બોલ ફેંક્યા, કહ્યુ આતો ચીટીંગ છે !
James Anderson Jasprit Bumrah

Follow us on

લોર્ડઝ ટેસ્ટ (Lord’s Test)  મેચ જીતી લીધા બાદ હજુ પણ તેની યાદોને ચાહકો વાગોળી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચેની લોર્ડઝ ટેસ્ટ મેચની યાદગાર પળોની ચર્ચાઓ હજુ પણ ખૂબ થતી રહે છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 151 રન થી જબરદસ્ત હાર આપી હતી. જેમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) નો પણ ફાળો જબરદસ્ત રહ્યો હતો. જોકે મેચની જીતની ચર્ચા સાથે બુમરાહ અને એન્ડરસન (James Anderson) વચ્ચેની ટક્કરને પણ એટલી જ ચર્ચીત છે.

સામાન્ય રીતે શાંત રહેતા બુમરાહ અને એન્ડરસન વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતી હતી. બંને વચ્ચે મેચ દરમ્યાન શબ્દોનો જંગ પણ ખૂબ ખેલાયો હતો. ત્રીજા દિવસની અંતિમ સમયે બંને વચ્ચે શાબ્દીક ટપાટપી શરુ થઇ હતી. જે મેચના અંત સુધી ચાલી હતી. એન્ડરસને પેવેલિયન પરત ફરવા દરમ્યાન બુમરાહને કંઇક કહ્યુ હતુ, ત્યાર બાદ તો જાણે માહોલ વધારે ગરમ થઇ ગયો હતો.

મેચના ત્રીજા દિવસને ઇંગ્લેન્ડની ઇનીંગને જલ્દીથી સમટેવાની કોશિષ દરમ્યાન જસપ્રીત બુમરાહે ઘણાંખરા બાઉન્સર બોલ નાંખ્યા હતા. આ દરમ્યાન તેના ઘણા બોલ નો બોલ જાહેર થયા હતા. બુમરાહે એન્ડરસનને શોર્ટ પિચ બોલ નાંખીને ખૂબ પરેશાન કર્યો હતો. જેનાથી ઇંગ્લીશ ખેલાડી ખૂબ નારાજ થઇ ગયો હતો. રમત સમાપ્ત થવા બાદ એન્ડરસને બુમરાહને ઘણુ ખરુ સંભળાવ્યુ હતુ. હવે રવિચંદ્રન અશ્વિને ખુલાસો કર્યો હતો કે બંને વચ્ચે શુ વાતચીત થઇ હતી. શુ કહ્યુ હતુ એન્ડરસને તે કહ્યુ છેય. તેણે સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડીયાના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર સાથેની વાચચીત દરમ્યાન આ વાત કહી હતી.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

એન્ડરસન બુમરાહને કરી રહ્યો હતો ફરીયાદ

શ્રીધર ને સ્પિનર અશ્વિને કહ્યુ હતુ કે, રમત સમાપ્ત થતા જ એન્ડરસે બુમરાહને કંઇક કહ્યુ. તે એ વાત થી ખુશ નહોતો કે, બુમરાહએ તેની સામે ઝડપી બોલીંગ કરી હતી. તેની આ ફરીયાદ સાંભળીને બુમરાહે હસી કાઢ્યુ હતુ. જેનાથી એન્ડરસનનુ મુડ વધારે ખરાબ થઇ ગયો હતો. અશ્વિન મુજબ એન્ડરસને બુમરાહને કહ્યુ હતુ કે, જ્યારે બેટ્સમેન રમી રહ્યા હતા ત્યારે તે 80-85 માઇલની ઝડપે બોલીંગ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે તે આવ્યો હતો ત્યારે તેણે 90 માઇલની ઝડપે બોલીંગ કરવી શરુ કરી હતી. આ ચીંટીંગ છે.

જોકે બુમરાહે એન્ડરસનને કહ્યુ હતુ કે, જે કંઇ પણ થયુ છે તે જાણીબુઝીને નથી કર્યુ. જોકે એન્ડરસન એ વાતને માન્યો નહોતો. તે ભારતીય ખેલાડીઓને જોઇ લેવાની વાત કહી રહ્યો હતો. તેના બાદ મેચના પાંચમાં દિવસે જ્યારે બુમરાહ બેટીંગ કરી રહ્યો હતો. ત્યારે સ્થિતી વધારે વણસી હતી. કેટલાક ઇંગ્લીશ ખેલાડીઓએ તેની સાથે ઘર્ષણ કરવાની શરુઆત કરી હતી. પરંતુ બુમરાહે પહેલા બેટ અને બાદમાં બોલથી જવાબ આપીને મેચને ભારતને નામ કરાવી લીધી હતી.

 

આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાન શાસનમાં ક્રિકેટને લઇને રાહતના સમાચાર, આગામી મહિને અફઘાનિસ્તાન શ્રીલંકામાં વન ડે સિરીઝ રમશે

આ પણ વાંચોઃ T20 World Cup માં માત્ર એક જ ભારતીય ક્રિકેટર શતક લગાવવા સફળ રહ્યો છે, કોહલી અને રોહિત પણ ફ્લોપ

Published On - 9:25 am, Fri, 20 August 21

Next Article