IND vs ENG: દિવસના અંતે ભારત સામે 42 રનની લીડ સાથે ઈંગ્લેન્ડનો સ્કોર વગર વિકેટે 120 રન, બંને ઈંગ્લીશ ઓપનરોની ફીફટી

|

Aug 25, 2021 | 11:20 PM

India vs England: ભારતીય ટીમ પર હવે વિશાળ લીડ ખડકાય તેવી સ્થિતી સર્જાઈ છે. ઈંગ્લેન્ડના ઓપનરોએ વિશાળ ભાગીદારી રમત રમી છે. બેટીંગ ઈનીગ નિષ્ફળ રહ્યા બાદ લિડ્ઝમાં બોલીંગ ઈનીંગમાં પણ વિકેટ ભારતીય બોલરો મેળવી શક્યા નહોતા.

IND vs ENG: દિવસના અંતે ભારત સામે 42 રનની લીડ સાથે ઈંગ્લેન્ડનો સ્કોર વગર વિકેટે 120 રન, બંને ઈંગ્લીશ ઓપનરોની ફીફટી
India vs England

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ સમાપ્ત થયો હતો. વિરાટ કોહલી (Virat Kohli)એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પરંતુ ભારતીય ઈનીંગ પુરા 2 સેશન પણ ચાલી શકી નહોતી. એન્ડરસન અને ઓવર્ટનની બોલીંગ સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ભારતીય ટીમ (Team India)ની પ્રથમ બેટીંગ ઈનીંગ 78 રન પર સમેટાઈ હતી. જ્યારે દિવસના અંતે ઈંગ્લેન્ડની ટીમે 120 રન એક પણ વિકેટ ગુમાવ્યા વગર કર્યા હતા.

 

ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ ઈનીંગની શરુઆત સારી કરી હતી. બંને ઓપનરોએ મક્કમતાથી રમતને શરૂઆત કરી હતી. બંનેએ વિકેટ ગુમાવ્યા વિના જ ભારતીય ટીમના સ્કોરને પાર કરી લીધો હતો. ભારતીય ટીમ પર ઈંગ્લેન્ડની ટીમે ભારત પર લીડ મેળવી લીધી હતી. આમ ભારતીય ટીમ માટે પ્રથમ દિવસથી મુશ્કેલ માર્ગ શરુ થયો હતો. રોરી બર્ન્સ અને હસીબ હમિદે ઈંગ્લેન્ડની બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

 

બંને ઓપનરોએ દિવસના અંત સુધી રમત રમીને અર્ધશતક જમાવ્યા હતા. હસીબ હમિદે 58 રન કર્યા હતા. જ્યારે રોરી બર્ન્સ બર્ન્સે 52 રન કર્યા હતા. આમ બંનેએ ભારત પર વિશાળ લીડનો પાયો જમાવ્યો હતો.

 

રાહુલ, પુજારા, કોહલી સહિત ટોપ ઓર્ડર ફ્લોપ

ભારતીય ટીમ માત્ર 78 રન પર જ સમેટાઈ ગઈ હતી. માત્ર 40.4 ઓવરમાં જ ભારતીય ટીમ સમેટાઈ ગઈ હતી. 78 પૈકી 16 રન તો ભારતીય ટીમના ખાતામાં એકસ્ટ્રાના રુપમાં આવ્યા હતા. દિવસના બીજા સેશનમાં જ ટીમની રમત પુરી થઈ ગઈ હતી.

 

કેએલ રાહુલ અને રોહિત શર્મા બેટીંગ કરવા માટે ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર ઉતર્યા હતા. ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. પહેલા કેએલ રાહુલના રુપમાં ઝડપથી પ્રથમ વિકેટ ગુમાવી હતી. બાદમાં ચેતેશ્વર પુજારાના રુપમાં ભારતે વિકેટ ગુમાવી હતી. આમ એક બાદ એક બંને વિકેટ ભારતે 4 રનના સ્કોર પર જ ગુમાવી દેતા મુશ્કેલ સ્થિતી સર્જાઈ હતી. પુજારા માત્ર 1 રન કરી ને જ આઉટ થયો હતો. જ્યારે રાહુલ ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.

 

રોહિત-રહાણે સિવાય કોઈ બેકી આંકને ના આંબ્યુ

ત્રીજી વિકેટના રુપમાં વિરાટ કોહલી આઉટ થયો હતો. તે માત્ર 7 રન કરીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. અજીંક્ય રહાણે 18 રન કરીને આઉટ થયો હતો. તે 54 બોલનો સામનો કરી ક્રિઝ પર ટકવા પ્રયાસ કરી રહ્યો હતો. ઋષભ પંત 9 બોલમાં 2 રન કરી આઉટ થયો હતો. રોહિત શર્મા 105 બોલનો સામનો કરી 19 રન રમત રમી હતી. શર્માએ ટીમ વતી સૌથી વધુ રન બનાવ્યા હતા અને લાંબો સમય ક્રિઝ પર ટકી રહ્યો હતો.

 

67રનના સ્કોર પર રોહિત શર્માના આઉટ થવા બાદ મોહમંદ શામી, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ આઉટ થયા હતા. આમ ચાર વિકેટ સ્કોર બોર્ડને એક પણ રનથી આગળ વધાર્યા વિના જ ગુમાવી દીધી હતી. શામી અને બુમરાહ શૂન્ય પર આઉટ થયા હતા. જાડેજાએ 4 અને સિરાજે 3 રન કર્યા હતા. ઈશાંત શર્મા એક બાઉન્ટ્રી સાથે 8 રન કરીને અણનમ રહ્યો હતો.

 

એન્ડરસન ઓવર્ટ ભારે પડ્યા

ઈંગ્લેન્ડ તરફથી એન્ડરસને ભારતીય ટીમની મુશ્કેલીઓને શરુ કરી હતી. એન્ડરસને શરુઆતમાં જ એક બાદ એક ત્રણ ટોપ ઓર્ડરની વિકેટ ઝડપી હતી. એન્ડરસને 3 વિકેટ 6 રન આપીને ઝડપી હતી. જ્યારે ક્રેગ ઓવર્ટને 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રોબિન્સન અને સેમ કરને 2-2 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચોઃ NSE એ સ્ટોક બ્રોકરો દ્વારા DIGITAL GOLD ના થતા વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો , જાણો શું કરાયો આદેશ

આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસન સામે ટીમ ઈન્ડીયાના દિગ્ગજોનો દમ નિકળી ગયો

Next Article