IND vs ENG: હાર બાદ ફરી વાર ઇંગ્લીશ ખેલાડીએ કહ્યુ, વિરાટ કોહલીની ભાષા સારી નથી, તે એક રોલ મોડલ છે

ઇંગ્લેન્ડના ખેલાડીએ હાર બાદ પણ વિરાટ કોહલી (Virat Kohli) વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. ત્યારબાદ તેણે પલટી મારી હતી. હવે ફરી એકવાર કોહલીના વખાણ કરવા સાથે નિશાન તાકવાનો પ્રયાસ કર્યો હતો.

IND vs ENG: હાર બાદ ફરી વાર ઇંગ્લીશ ખેલાડીએ કહ્યુ, વિરાટ કોહલીની ભાષા સારી નથી, તે એક રોલ મોડલ છે
Virat Kohli
| Edited By: | Updated on: Aug 20, 2021 | 5:16 PM

લોર્ડ્સના મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમા, બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. ખાસ કરીને મેચના ચોથા અને પાંચમા દિવસે આ ઘર્ષણ થયુ હતુ. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ આ સ્લેજિંગમાં સામેલ હતો. મેચના ચોથા દિવસે કોહલી અને એન્ડરસન વચ્ચે દલીલો થઈ હતી.

જ્યારે પાંચમા અને અંતિમ દિવસે કોહલી સતત ઓલી રોબિન્સન અને જોસ બટલર સાથે ઘર્ષણમાં હોવાનુ જોવા મળ્યુ હતુ. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર નિક કોમ્પ્ટન (Nick Compton) ને સ્લેજિંગમાં કોઈ સમસ્યા નથી, તેની સમસ્યા કોહલીની ભાષા છે. નિકે કહ્યું છે કે કોહલીની ભાષા ખૂબ જ આક્રમક છે અને તેથી જ તેને થોડો શાંત રહેવાની જરૂર છે.

ઓપનર રહી ચુકેલા કોમ્પ્ટને આ પહેલા પણ સોશિયલ મીડિયા પર કોહલીને લઇને ટીપ્પણી કરી કરી હતી. જેને લઇને સોશિયલ મીડિયા પર તેણે પોતાની વાત રજૂ કરી. નિકે કહ્યું છે કે સ્લેજિંગ અન્ય ખેલાડીઓ દ્વારા પણ કરવામાં આવે છે અને આજના સમયમાં તે રમતનો એક ભાગ બની ગયો છે. પરંતુ કોહલીની પદ્ધતિઓ તદ્દન અલગ છે.

મીડિયા રિપોર્ટમાં તેણે કહ્યુ હતુ, હું સહમત છું કે અન્ય લોકો પણ આ કરે છે. એન્ડરસન પાસે તેની પોતાની રીતો છે. માત્ર કોહલી જ નહીં, હું એ નથી કહી રહ્યો કે ફક્ત કોહલી જ આમ કરે છે. પરંતુ તેમની ભાષા હદ કરતા વધારે આક્રમક છે. એન્ડરસન અલગ પ્રકારે તેમ કરે છે. કોહલીની રીત અપમાનજનક છે. અમે આ ખેલાડીને કંઇ કહેવા નથી માંગતા, નહી તો મોટી ચર્ચામાં પડી જઇશું.

નિકે કોહલીને રોલ મોડલ સ્વિકાર્યો

નિક કહે છે કે થોડીક ઉગ્રતામાં કોઈ વાંધો નથી, પણ હદ પાર ન કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે કોહલી અન્ય લોકો માટે રોલ મોડેલ હોય. તેણે કહ્યું, મને લાગે છે કે તે ચાલુ રહેવું જોઈએ. આપણને કેટલાક મનોરંજનની જરૂર છે. આપણને રમતમાં કેરેકટરની જરૂર છે અને તે છે કોહલી. તે ક્રિકેટમાં ઘણું બધુ લઇ આવે છે. હું એક ખેલાડી તરીકે તેની ખૂબ પ્રશંસા કરું છું.

આગળ પણ કહે છે, તેમની કેપ્ટનશિપ અમુક સમયે વધુ લાગણીશીલ બની જાય છે. તમે નથી ઈચ્છતા કે મેચ રેફરી દર વખતે દખલ કરે. થોડી ઘણી ઉગ્રતા માટે જગ્યા છે, પરંતુ તે યોગ્ય રીતે થવી જોઈએ. કોહલીએ જાણવું જોઈએ કે, તે યુવા ખેલાડીઓ માટે પ્રેરણા છે. ખરાબ ભાષાનો ઉપયોગ કરીને, મને નથી લાગતું કે તેની જરૂર છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: ઇંગ્લેન્ડના ઝડપી બોલર એન્ડરસની વ્યથા, બુમરાહે મને ઝડપી બોલ ફેંક્યા, કહ્યુ આતો ચીટીંગ છે !

આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાન શાસનમાં ક્રિકેટને લઇને રાહતના સમાચાર, આગામી મહિને અફઘાનિસ્તાન શ્રીલંકામાં વન ડે સિરીઝ રમશે