IND vs BAN: ચેન્નાઈ ટેસ્ટમાં ખુલ્યું મોટું રહસ્ય, ઈજા બાદ પણ રમી રહ્યો છે આ ખેલાડી, ઉભા થયા સવાલ

|

Sep 21, 2024 | 7:48 PM

ચેન્નાઈ ટેસ્ટ મેચ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મેચમાં એક સ્ટાર ખેલાડી ઈજા સાથે રમી રહ્યો છે. આવી સ્થિતિમાં એક અનુભવીએ ઈજાગ્રસ્ત હોવા છતાં આ ખેલાડીને પ્લેઈંગ-11માં સ્થાન આપવા પર સવાલ ઉઠાવ્યા છે.

IND vs BAN: ચેન્નાઈ ટેસ્ટમાં ખુલ્યું મોટું રહસ્ય, ઈજા બાદ પણ રમી રહ્યો છે આ ખેલાડી, ઉભા થયા સવાલ
IND vs BAN
Image Credit source: PTI

Follow us on

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ મેચમાં એક સ્ટાર ઓલરાઉન્ડર ઈજાગ્રસ્ત હોવા છતાં રમી રહ્યો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ શાકિબ અલ હસન છે. શાકિબ અલ હસન અત્યાર સુધી આ મેચમાં બોલ અને બેટથી ફ્લોપ રહ્યો છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે ઈજાગ્રસ્ત હોવા છતાં ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે પ્લેઈંગ-11માં શાકિબના સ્થાન પર સવાલ ઉઠાવ્યા છે.

ચેન્નાઈ ટેસ્ટ દરમિયાન ખુલ્યું મોટું રહસ્ય

શાકિબ અલ હસને ચેન્નાઈ ટેસ્ટમાં ઘણી ઓછી ઓવરો ફેંકી જેનાથી ઘણા પ્રશ્નો ઉભા થયા. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય સ્પિન બોલર મુરલી કાર્તિકે એક મોટો ખુલાસો કર્યો છે. મુરલી કાર્તિકે ખુલાસો કર્યો કે શાકિબે તેને કહ્યું છે કે તેને આંગળી અને તેના ખભામાં સમસ્યા છે. તમને જણાવી દઈએ કે, શાકિબને ગત ODI વર્લ્ડ કપ દરમિયાન ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. તે ખભાની ઈજાને કારણે પણ પરેશાન હતો. આંગળીની ઈજાને કારણે તે થોડા મહિનાઓ માટે રમતની બહાર હતો.

મુરલી કાર્તિકે કર્યો ખુલાસો

મુરલી કાર્તિકે કહ્યું, ‘હું ગયો અને તેને વધુ બોલિંગ ન કરવાનું કારણ પૂછ્યું. તો તેણે મને કહ્યું કે તેના ડાબા હાથની જે આંગળીથી તે બોલિંગ કરે છે તેની સર્જરી થઈ છે, તે સૂજી ગઈ છે અને તેમાં કોઈ હલચલ નથી. એક સ્પિનર ​​તરીકે તમારે આંગળીનો અહેસાસ થવો જોઈએ પરંતુ તે કંઈ અનુભવી રહ્યો નથી. આ સિવાય તેના ખભામાં પણ સમસ્યા છે અને આવી સ્થિતિમાં બોલિંગ કરવી મુશ્કેલ છે, ખાસ કરીને ટેસ્ટમાં.

શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?

તમીમ ઈકબાલે ઉઠાવ્યા સવાલ

તમીમ ઈકબાલે આ મુદ્દે પ્રસારણમાં કહ્યું કે જો શાકિબની ઈજા વિશે જાણવા છતાં તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે તો તેનો અર્થ એ છે કે બાંગ્લાદેશ જાણીજોઈને એક ઓછા સ્પિનર ​​સાથે રમી રહ્યું છે. તેણે એમ પણ કહ્યું કે ટીમ મેનેજમેન્ટને ટેસ્ટ મેચ પહેલા આ વાત જાણી લેવી જોઈતી હતી. બીજી તરફ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના ચીફ ડોક્ટર દેબાશિષે કહ્યું, ‘વર્લ્ડ કપ પહેલા શાકિબની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, તે પહેલા થોડા વર્ષો પહેલા તેને બીજી આંગળીમાં ઈજાના કારણે ઈન્ફેક્શન થયું હતું. જો કે, શાકિબે તેની આંગળી કે ખભામાં તાજેતરની કોઈ ઈજા વિશે જણાવ્યું નથી.

શાકિબ અલ હસનનું એવરેજ પ્રદર્શન

જો આ મેચમાં શાકિબ અલ હસનના પ્રદર્શનની વાત કરીએ તો તેણે પ્રથમ દાવમાં માત્ર 8 ઓવર ફેંકી હતી અને એક પણ વિકેટ લીધી ન હતી. બેટિંગમાં પણ તે માત્ર 32 રનનું યોગદાન આપી શક્યો હતો. આ પછી તેણે બીજી ઈનિંગમાં 13 ઓવર નાંખી અને આ વખતે પણ તેને સફળતા મળી નહીં. જોકે, તે બીજી ઈનિંગમાં 5 રન બનાવીને અણનમ રહ્યો છે.

આ પણ વાંચો: Video: ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે વિરાટે કર્યું આ કામ, ચાહકોએ લગાવ્યા ‘કોહલી-કોહલી’ના નારા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Next Article