U19 World Cup, IND vs AUS Preview: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ, ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચવા લગાવશે દમ

|

Feb 02, 2022 | 10:48 AM

ICC Under 19 Cricket World Cup: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમીફાઈનલમાં જે પણ ટીમ જીતશે, તેનો ખિતાબની લડાઈમાં ઈંગ્લેન્ડ સામે મુકાબલો નિશ્ચિત છે.

U19 World Cup, IND vs AUS Preview: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ, ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચવા લગાવશે દમ
આજે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા મેદાને ઉતરશે

Follow us on

ભારતીય ટીમ આજે અંડર 19 વિશ્વકપ 2022 (U19 World Cup 2022) ની સેમિફાઇનલમાં ઉતરશે. પ્રથમ સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાનને 15 રન થી હાર આપીને ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી ચુકી છે. હવે બીજી સેમિફાઇનલ (2nd Semi Final) મેચ ભારત (India U19) અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી છે. આમ ભારત વધુ એક વાર ટાઇટલ પોતાની ઝોળીમાં લેવાના સ્વપ્ન સાથે ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરવાના ઇરાદા સાથે મેદાને ઉતરશે. જોકે ઓસ્ટ્રેલિયા સામેનો પડકાર આસાન નથી. જોકે ટુર્નામેન્ટમાં અજેય રહેલી ભારતીય ટીમ માટે મુશ્કેલ પણ નથી.

આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાને વોર્મ-અપ મેચમાં હરાવ્યું હતું. આજે તે જ પ્રદર્શનનું પુનરાવર્તન કરીને તે ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઈનલમાં વોર્મ અપની હારનો બદલો લેવા ઈચ્છશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલમાં જે પણ ટીમ જીતે તે ખિતાબી જંગમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે તે નિશ્ચિત છે. ભારત માટે સારી વાત એ છે કે ઓસ્ટ્રેલિયા સામે તેનું પ્રદર્શન અને આંકડા બંને શાનદાર છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આંકડાઓમાં ભારત આગળ

ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમો અત્યાર સુધીમાં 36 વખત ODIમાં સામસામે આવી ચુકી છે. આમાં ભારતે 22 વખત જીત મેળવી છે જ્યારે 14 વખત રમત ઓસ્ટ્રેલિયા તરફ પલ્લુ નમેલુ રહ્યુ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી સેમી ફાઈનલ વેસ્ટ ઈન્ડિઝમાં રમાવાની છે. આવી સ્થિતિમાં ન્યુટ્રલ વેન્યુ પર બંને ટીમનો રેકોર્ડ જાણવો પણ જરૂરી છે. બંને ટીમો વચ્ચે ન્યુટ્રલ વેન્યુ પર 5 ODI રમાઈ છે, જેમાંથી ભારતે 4 જીતી છે. એટલે કે માત્ર એક જ ઓસ્ટ્રેલિયા જીત્યું છે.

અંડર 19 વર્લ્ડ કપના આંકડા શું છે?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ અંડર 19 વર્લ્ડ કપની છે. આઈસીસીની આ ટુર્નામેન્ટમાં આજે 8મી વખત બંને ટીમો સામસામે ટકરાશે. આ પહેલા રમાયેલી 7 મેચમાં ભારત 5 વખત જીત્યું છે. એટલે કે ઓસ્ટ્રેલિયા માત્ર 2 વખત જીતવામાં સફળ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારત અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા સામે કોઈપણ ટૂર્નામેન્ટની સેમીફાઈનલ હારી નથી. જો બંને ટીમોના તાજેતરના મુકાબલો પર નજર કરીએ તો, વર્ષ 2020 પછી બંને ટીમોની આ બીજી ટક્કર હશે. અગાઉ રમાયેલી વનડે ભારતના નામે હતી.

ઓસ્ટ્રેલિયા સામે પુરો દમ

ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં ભારત માટે સારી વાત એ છે કે તે પોતાની તમામ તાકાત સાથે મેદાન પર ઉતરશે. ટીમના ખેલાડીઓ કોરોનામાંથી સાજા થઈ ગયા છે. આ સિવાય હરનૂર સિંહનુ શ્રેષ્ઠ આવવાનુ બાકી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે વોર્મ-અપમાં સદી ફટકારી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે સેમિફાઇનલમાં પણ તેની આવી જ ઇનિંગની સ્ક્રિપ્ટ લખશે.

એકંદરે, ભારતીય ટીમ દરેક રીતે ઓસ્ટ્રેલિયા પર ભારે હોય એમ લાગે છે. સેમિફાઇનલમાં તેના પડકારનો સામનો કરવા માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે.

 

આ પણ વાંચોઃ IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનારા 5 બોલરો, આ 2 ભારતીય બોલર પણ યાદીમાં

 

આ પણ વાંચોઃ IPL 2022: હાર્દિક પંડ્યાએ કહ્યુ, ધોની, કોહલી અને રોહિત શર્મા જેવી કેપ્ટનશીપ કરીશ, સૌને દંગ રાખી દઇશ

Published On - 10:46 am, Wed, 2 February 22

Next Article