વિરાટ કોહલીની 100મી ટેસ્ટને લઇને જસપ્રીત બુમરાહનું મહત્વનું નિવેદન

જસપ્રીત બુમરાહે કહ્યું કોઇ પણ ખેલાડી માટે આ આંકડા સુધી પહોંચવું એક મોટી ઉપલબ્ધિ હોય છે. વિરાટ કોહલી માટે પણ આ એક મોટો દિવસ છે.

વિરાટ કોહલીની 100મી ટેસ્ટને લઇને જસપ્રીત બુમરાહનું મહત્વનું નિવેદન
Virat Kohli (PC: ICC)
| Edited By: | Updated on: Mar 01, 2022 | 7:51 PM

શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) ટીમ સામે મોહાલીમાં 4 માર્ચથી ટેસ્ટ મેચ શરૂ થઇ રહી છે. ભારતીય ટીમ (Team India) ના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) ની આ 100મી ટેસ્ટ મેચ રહેશે. કોઇ પણ ખેલાડી માટે આ આંકડા સુધી પહોંચવું એક મોટી ઉપલબ્ધિ હોય છે. વિરાટ કોહલી માટે પણ આ એક મોટો દિવસ છે. ભારતીય ટીમનો ઉપ સુકાની અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ વિરાટ કોહલીની 100 ટેસ્ટ મેચને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.

જસપ્રીત બુમરાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કોઇ પણ ખેલાડી માટે 100 મી ટેસ્ટ મેચ રમવી હંમેશા એક વિશેષ ઉપલબ્ધિ હોય છે. વિરાટ કોહલીએ આ ટીમ માટે ઘણું યોગદાન આપ્યું છે અને આગળ પણ આપતા રહેશે. તેની અત્યાર સુધીની સિદ્ધિમાં વધુ એક સિદ્ધી ઉમેરાઇ છે અને હું કોહલીને શુભેચ્છા આપું છું. આ તેની સખત મહેનતનું પરીણામ છે.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આગળ કહ્યું કે અત્યારે અમે શ્રીલંકા સામેની ટેસ્ટ મેચને લઇને ખાસ તૈયારીઓ કરી રહ્યા છીએ. વિરાટ કોહલી માટે આ એક મોટી મેચ છે. સ્ટેડિયમમાં દર્શકો હાજર હોત તો ઘણી સારી બાબત કહી શકાત. પણ કેટલીક વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી. અમે નિયમ બનાવી શકતા નથી.

 


મહત્વનું છે કે મોહાલી ટેસ્ટ મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની પરવાનગી નથી. દર્શકો વગર બંધ દરવાજામાં મેચ રમાશે. એવામાં તમામ ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને વિરાટ કોહલીના ચાહકો નિરાશ જરૂર થયા છે. સોશિયલ મીડિયામાં વિરાટ કોહલીના ચાહકો સતત માંગ કરી રહ્યા છે કે વિરાટ કોહલીની 100 મી ટેસ્ટ મેચમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી આપવામાં આવે. જોકે બેંગ્લોરમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં સ્ટેડિયમમાં દર્શકોને આવવાની પરવાનગી છે. તેવામાં દર્શકોમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે.

શ્રીલંકા સામેની ભારતની ટેસ્ટ ટીમ આ પ્રમાણે છે

રોહિત શર્મા (સુકાની), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, રિષભ પંત, કે.એસ. ભરત (વિકેટકીપર), આર. અશ્વિન (ફિટનેસ), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ઉપ સુકાની), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.

આ પણ વાંચો : વિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને સાસુને જામનગર કોર્ટનું વોરંટ

આ પણ વાંચો : IPL 2022: દિલ્હી કેપિટલ્સે સુકાની પદથી હટાવવા પર શ્રેયસ અય્યરે મૌન તોડ્યુ, કહી મહત્વની વાત