આજથી UAEમાં થશે બીજી મિની આઈપીએલ ‘ILT20 2023’નો પ્રારંભ, જાણો તેના શેડયુલ અને ટીમો વિશે

|

Jan 13, 2023 | 6:27 PM

ILT20 2023 Schedule : આજથી હોકી વર્લ્ડ કપ 2023ની ધમાકેદાર શરુઆત થઈ છે તેની સાથે જ આજથી મિની આઈપીએલની પણ શરુઆત થવા જઈ રહી છે. ચાલો જાણીએ તેની વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર.

આજથી UAEમાં થશે બીજી મિની આઈપીએલ ILT20 2023નો પ્રારંભ, જાણો તેના શેડયુલ અને ટીમો વિશે
ILT20 2023
Image Credit source: File photo

Follow us on

હોકી વર્લ્ડ કપની શરુઆત સાથે જ દુનિયામાં ટી-20નો પણ જબરદસ્ત રોમાંચ જોવા મળશે. ભારત સહિત દુનિયાના તમામ ક્રિકેટપ્રેમીઓ હાલમાં આઈપીએલ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ આઈપીએલ 2023 પહેલા દુનિયામાં મિની આઈપીએલનો રોમાંચ જોવા મળશે. હાલમાં જ 10 જાન્યુઆરીથી સાઉથ આફ્રીકામાં SA20 લીગની શરુઆત થઈ હતી. હવે યૂનાઈટેડ સ્ટેટ ઓફ અમીરાત (દુબઈ)માં નવી ટી20 લીગ ઇન્ટરનેશનલ લીગ ટી-20ની શરુઆત થવા જઈ રહી છે. જેમાં કુલ 6 ક્રિકેટ ટીમ હશે. આ 6 ટીમમાંથી 5 ટીમની ફ્રેન્ચાઈઝીના માલિકો ભારતીયો છે.

દુબઈમાં 13 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઇન્ટરનેશનલ લીગ ટી20ની 30 મેચો રમાશે. આ તમામ મેચો ત્રણ સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમમાં દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ અને શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ ઇન્ટરનેશનલ લીગ ટી20ની 6 ટીમ અને તેના આખા કાર્યક્રમ વિશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જુઓ ઇન્ટરનેશનલ લીગ T20નું Schedule

6માંથી 5 ટીમના માલિક ભારતીયો

ઇન્ટરનેશનલ લીગ ટી20માં કેરેબિયન ખેલાડીઓનો દબદબો વધારે જોવા મળશે. ઇન્ટરનેશનલ લીગ ટી20માં 24 યુએઈના અને 84 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ રમશે. ઇન્ટરનેશનલ લીગ ટી20માં ગલ્ફ જાયન્ટ્સ, એમઆઈ અમીરાત, અબુ ધાબી નાઈટ રાઈડર્સ, દુબઈ કેપિટલ્સ, શારજાહ વોરિયર્સ અને ડેઝર્સ વાઈપર્સ ટીમનો સમાવેશ થાય છે.

આ લીગમાં અદાણીની ટીમ ગલ્ફ જાયન્ટ્સ, અંબાણીની ટીમ એમઆઈ અમીરાત, શાહરુખ ખાનનની ટીમ અબુ ધાબી નાઈટ રાઈડર્સ, રાજેશ શર્માની ટીમ શારજાહ વોરિયર્સ અને જીએમઆરની ટીમ દુબઈ કેપિટલ્સ છે. ડેઝર્સ વાઈપર્સ એક અમેરિકન ટીમ હશે. ઇન્ટરનેશનલ લીગ ટી20ની આ વર્ષે આ પહેલી સિઝન હશે.

 

ડેઝર્ટ વાઇપર્સ: કોલિન મુનરો (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા, સેમ બિલિંગ્સ, એલેક્સ હેલ્સ, ટોમ કુરાન, સંદીપ લામિછાને, સાકિબ મહેમૂદ, શેરફેન રધરફોર્ડ, બેન ડકેટ, બેની હોવેલ, શેલ્ડન કોટ્રેલ, રૂબેન ટ્રમ્પેલમેન, આઝમ ખાન, રોહન મુસ્તફા, શિરાઝ અહેમદ , અલી નસીર, રોનક પનોલી, આર્યન લાકરા.

કોચ: જેમ્સ ફોસ્ટર.

દુબઈ કેપિટલ્સ: રોવમેન પોવેલ (કેપ્ટન), દુષ્મંથા ચમીરા, હઝરતુલ્લાહ ઝાઝાઈ, ફેબિયન એલન, મુજીબ ઉર રહેમાન, સિકંદર રઝા, ઈસુરુ ઉડાના, નિરોશન ડિકવેલા, દાસુન શનાકા, ભાનુકા રાજપક્ષે, ડેન લોરેન્સ, બ્લેસિંગ મુઝારાબાની, જ્યોર્જ મુન્સે, ફ્રેડ કે. રૂટ, રોબિન ઉથપ્પા, રવિ બોપારા, હઝરત લુકમાન, ચિરાગ સૂરી, જશ જિયાની, અકીફ રાજા, યુસુફ પઠાણ, રાહુલ ભાટિયા.

કોચ: ફિલ સિમોન્સ.

ગલ્ફ જાયન્ટ્સ: જેમ્સ વિન્સ (કેપ્ટન), ક્રિસ જોર્ડન, ક્રિસ લિન, શિમરોન હેટમાયર, ટોમ બેન્ટન, ડોમિનિક ડ્રેક્સ, ડેવિડ વિઝ, લિયામ ડોસન, સીપી રિઝવાન, જેમી ઓવરટોન, કૈસ અહમદ, રિચાર્ડ ગ્લીસન, ઓલી પોપ, રેહાન અહેમદ, વેઈન મેડસન , અયાન અફઝલ ખાન, અંશ ટંડન, સંચિત શર્મા, અશ્વંત વલથપા.

કોચ: એન્ડી ફ્લાવર.

શારજાહ વોરિયર્સ: મોઈન અલી(કેપ્ટન), ડેવિડ મલાન, એવિન લુઈસ, મોહમ્મદ નબી, ક્રિસ વોક્સ, નૂર અહમદ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, નવીન-ઉલ-હક, ટોમ કોહલર-કેડમોર, ક્રિસ બેન્જામિન, ડેની બ્રિગ્સ, માર્ક ડેયલ, બિલાલ ખાન, જેજે સ્મિત, કાર્તિક મયપ્પન, આલીશાન શરાફુ, જુનેદ સિદ્દીક, મુહમ્મદ જવાદુલ્લાહ.

કોચ: પોલ ફાર્બ્રેસ.

MI અમીરાત: કિરોન પોલાર્ડ (કેપ્ટન), ડ્વેન બ્રાવો, નિકોલસ પૂરન, ટ્રેન્ટ બોલ્ટ, આન્દ્રે ફ્લેચર, ઇમરાન તાહિર, સમિત પટેલ, વિલ સ્મીડ, બેસિલ હમીદ, જોર્ડન થોમ્પસન, નજીબુલ્લાહ ઝદરાન, ઝહીર ખાન, ફઝલહક ફારૂકી, બ્રાડ વ્હીલ, બસ ડી. લીડે, મુહમ્મદ વસીમ, વૃત્ય અરવિંદ, ઝહૂર ખાન, લોર્કન ટકર, જોનાથન ફિગી.

કોચ: શેન બોન્ડ.

અબુ ધાબી નાઈટ રાઈડર્સ: સુનીલ નરેન (કેપ્ટન), આન્દ્રે રસેલ, જોની બેરસ્ટો, પોલ સ્ટર્લિંગ, લાહિરુ કુમારા, ચરિથ અસલંકા, બ્રાન્ડોન ગ્લોવર, કોલિન ઈન્ગ્રામ, અકેલ હોસીન, સીક્કુગે પ્રસન્ના, રવિ રામપોલ, રેમન રેફર, કેન્નાર લેવિસ, મતિઉલ્લા ખાન, ફહાદ નવાઝ, સાબીર અલી, અલી ખાન, ઝવેર ફરીદ, જમાન ખાન.

Next Article