કોહલી જો RCB નું સુકાની પદ સંભાળી લે તો ટીમની બધી તકલીફો પુરી થઇ જશેઃ અજીત અગારકર

વિરાટ કોહલીએ આઈપીએલમાં છેલ્લી 9 સિઝનથી બેંગલુર ટીમનું સુકાની પદ સંભાળ્યું છે. પરંતુ હજુ સુધી વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં બેંગલોર ટીમે આઈપીએલનું એક પણ ટાઇટલ જીતી નથી શક્યું.

કોહલી જો RCB નું સુકાની પદ સંભાળી લે તો ટીમની બધી તકલીફો પુરી થઇ જશેઃ અજીત અગારકર
Virat Kohli - RCB
| Edited By: | Updated on: Feb 07, 2022 | 10:26 PM

ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની વિરાટ કોહલી(Virat Kohli) ગત આઈપીએલ સિઝનમાં જાહેરાત કરી દીધી હતી કે સુકાની તરીકે આ સિઝન (IPL 2021) તેની છેલ્લી રહેશે અને ત્યારબાદ તે ટીમમાં એક ખેલાડી તરીકે રમતો રહેશે. તેના આ નિર્ણયથી બેંગલોર ટીમના અને કોહલીના ચાહકો ઘણા નિરાશ થયા હતા. આમ કોહલીની જાહેરાત બાદથી જ બેંગલોર ટીમ પોતાના નવા સુકાની શોધવા લાગી છે. આ વચ્ચે ટીમ ઇન્ડિયાના પુર્વ ફાસ્ટ બોલર અજીત અગારકરે (Ajit Agarkar) બેંગલોર ટીમમાં સુકાનીના પ્રશ્નને લઇને નિવેદન આપ્યું છે. અગારકરને લાગે છે કે જો વિરાટ કોહલી આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ માટે સુકાની પદ સંભાળી લે છે તો ટીમ માટે સૌથી મહત્વના પ્રશ્નનું સમાધાન થઇ જશે.

બેંગલોર ટીમ હંમેશા પોતાના ટોપ ત્રણ ખેલાડીઓ પર નિર્ભર રહી છેઃ અજીત અગારકર

સ્ટાર સ્પોર્ટ્સના એક શોમાં અજીત અગારકરે કહ્યું કે, ‘જો વિરાટ કોહલી સુકાની પદ સંભાળી લે છે અને જો તે આવુ કરવામાં ખુશ છે અને તેનામાં આવુ કરવાની તાકાત છે તો મને લાગે છે કે ટીમ માટે આ સૌથી સહેલુ સમાધાન કહેવાય. છેલ્લી ઘણી સિઝનથી જોવા મળ્યું છે કે બેંગલોરની ટીમ 13 થી 14 ખેલાડીઓની એક ઉત્તમ ટીમ બનાવવા માટે જરૂરી પૈસા નથી લગાવી રહી. અજીત અગારકરે વધુમાં કહ્યું કે, ‘આ ટીમ હંમેશા પોતાના ટોપ ત્રણ ખેલાડીઓ પર નિર્ભર રહી છે. મેચ જીતાડવા માટે મધ્યમ ક્રમના ખેલાડીઓ નથી.

આઈપીએલ 2022ના મેગા ઓક્શનથી પહેલા બેંગલોર ટીમ પોતાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કહોલી, મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને રીટેન કર્યા છે. તો ગત સિઝનમાં ટીમ માટે સ્ટાર ખેલાડી રહેલા હર્ષલ પટેલ ગત સિઝનમાં 15 મેચમાં 32 વિકેટ લેનાર અને પર્પલ કેપ મેળવનારને રિટેન નથી કર્યો.

 

આ પણ વાંચો : INDvWI: સુર્યકુમારે જણાવ્યું પહેલી વન-ડેમાં પોલાર્ડ કઇ રીતે ઉશ્કેરતો હતો

આ પણ વાંચો : INDvWI: વિરાટ કોહલી જલ્દી તોડી શકે છે સચિનનો આ રેકોર્ડ, આ મામલામાં જયસુર્યા ટોચ પર