ICC Women T20I Ranking: મંધના-શેફાલીને મોટું નુકસાન થયું, રોડ્રિગ્ઝને ફાયદો થયો

|

Aug 09, 2022 | 5:23 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામે ગોલ્ડ મેડલ મેચ હારી ગઈ હતી અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ICC Women T20I Ranking: મંધના-શેફાલીને મોટું નુકસાન થયું, રોડ્રિગ્ઝને ફાયદો થયો
મંધના-શેફાલીને મોટું નુકસાન થયું, રોડ્રિગ્ઝને ફાયદો થયો
Image Credit source: File

Follow us on

ICC Women T20I Ranking: ભારતીય મહિલા ટીમે બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મેડલ જીતવામાં સફળ રહી. જોકે, ગોલ્ડ મેડલ (Gold Medal)મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમ સિલ્વર મેડલ સાથે પરત ફરી છે. આ પછી મહિલા રેન્કિંગમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. ભારતને બે મોટા બેટ્સમેન સ્મૃતિ મંધાના (Smriti Mandhana)અને શેફાલી વર્માને હારથી મોટું નુકશાન થયું છે. જેમિમા રોડ્રિગ્ઝને જોકે ફાયદો થયો છે. તે ટોપ-10માં સ્થાન મેળવવામાં સફળ રહી છે.

ઓસ્ટ્રેલિયાને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર બેથ મૂનીને ફાયદો થયો છે. તે પ્રથમ સ્થાને છે. મૂનીએ કોમનવેલ્થ ગેમ્સમાં 179 રન બનાવ્યા હતા. તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની હતી.

મંધાના અને શેફાલી નુકશાન

કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટીમના ત્રણ ખેલાડીઓ ટોપ-10માં છે. રોડ્રિગ્ઝ સાત સ્થાન આગળ વધીને 10મા સ્થાને પહોંચી ગઈ છે. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં 146 રન બનાવ્યા હતા. ભારતની ઓપનર મંધાના જોકે વધુ સફળ રહી શકી ન હતી. તેણે બે સ્થાન ગુમાવ્યા છે, તે ચોથા નંબર પર છે. શેફાલી વર્મા એક સ્થાન સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકાની એની બોશ પાંચ સ્થાન આગળ વધીને 20માં સ્થાને પહોંચી ગઈ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બોલરોની રેન્કિંગ આવી છે

જ્યાં સુધી બોલરોની વાત છે તો સોફી એક્લેસ્ટન T20માં નંબર-1 બોલર છે. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી. કેથરિન બ્રન્ટ એક સ્થાન આગળ વધીને બીજા નંબર પર આવી ગઈ છે. દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલ ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાની મેગન શૂટ બે સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. ભારતની દીપ્તિ શર્મા છઠ્ઠા સ્થાને છે.ટોપ-10માં અન્ય કોઈ ભારતીય બોલર નથી.

ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો

કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત મહિલા ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રમતોમાં T20 ફોર્મેટની મેચો રમાઈ હતી. ભારતે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી પરંતુ ફરી એકવાર તે ઓસ્ટ્રેલિયાના પડકારને પાર કરી શક્યું ન હતું. ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં ભારતને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ભારતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

Next Article