ICC Women World Cup: દક્ષિણ આફ્રિકા સામે ભારતે 274 રનનો સ્કોર ખડક્યો, મિતાલી, મંધાના અને શેફાલીની અડધી સદી

|

Mar 27, 2022 | 10:23 AM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આઇસીસી વિશ્વકપની સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે આજે દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવવી જરુરી છે. ભારત તરફ થી સ્મૃતિ મંધાનાએ સૌથી મોટી ઇનીંગ રમી હતી.

ICC Women World Cup: દક્ષિણ આફ્રિકા સામે ભારતે 274 રનનો સ્કોર ખડક્યો, મિતાલી, મંધાના અને શેફાલીની અડધી સદી
મિતાલી રાજે કેપ્ટન ઈનીંગ રમી

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Women vs South Africa Women) વચ્ચે આજે આઇસીસી વિશ્વકપ (Icc Women World Cup 2022) ની મેચ રમાઇ રહી છે. કાઇસ્ટચર્ચમાં રમાઇ રહેલી આ મેચ ભારતીય મહિલા ટીમ માટે ખૂબ જ મહત્વની છે. ભારતીય ટીમે સેમીફાઇનલમાં પહોંચવા માટે આજની મેચ જીતવી જરુરી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા શાનદાર શરુઆત કરી હતી. ભારતીય ઓપનરો સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ 91 રનની ભાગીદારી રમત દર્શાવી હતી. ભારત તરફ થી ત્રણ અડધી સદી નોંધાઇ હતી. કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj) પણ કેપ્ટનઈનીંગ રમી હતી. ભારતે 50 ઓવરની રમતના અંતે 5 વિકેટ ગુમાવીને 274 રનનો સ્કોર કર્યો હતો.

ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા (53) એ સારી શરુઆત કરાવી હતી. શેફાલીએ શરુઆત થી જ આક્રમકતા અપનાવી હતી અને તેણે 40 બોલમાં જ પોતાની અડધી સદી પૂર્ણ કરી લીધી હતી. શાનદાર લયમાં હતી ત્યારે જ શેફાલી રન લેવા જતા ખરાબ તાલમેલને લઇ રન આઉટ થઇ હતી. મંધાનાએ 84 બોલમાં 71 રનની ઈનીંગ રમી હતી. યાસ્તિકા ભાટીયા (2) આજે ખાસ કમાલ દર્શાવી શકી નહોતી. તે ટ્રેયોનના બોલ પર બોલ્ડ થઇ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જોકે ઓપનરોએ નાંખેલા પાયાના આધાર પર બાદ માં મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે મોટા સ્કોરના લક્ષ્યને આગળ વધારવા સફળ પ્રયાસ કર્યો હતો. મિતાલીએ 68 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેમે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે હરમનપ્રીત અડધી સદી ચૂકી ગઇ હતી. તે 48 રનના વ્યક્તિગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી બેઠી હતી. તે બોલ્ડ થઇ ગઇ હતી. પૂજા વસ્ત્રાકર (3) અને રિચા ઘોષ (8) પણ ઝડપથી પોતાની વિકેટ ગુમાવી બેઠા હતા. અંતમાં સ્નેહ રાણા (1) અને દીપ્તિ શર્મા (2) અણનમ રહ્યા હતા.

આફ્રિકી બોલરોને હંફાવ્યા

દક્ષિણ આફ્રિકાના બોલરોએ શેફાલી, સ્મૃતિ, સ્મૃતિ અને હરમન સામે હાંફી જવુ પડ્યુ હતુ. ત્રણ બોલરોની રન રેટ તો મેચના અંત સુધી આ બેટ્સમેનોએ 6 થી વધુની રાખી દીધી હતી. માસાબાતા અને શબનીમ ઇસ્માઇલે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે આયોબોંગા અને ચ્લો ટ્રીયોને એક એક વિકેટ ઝડપી હતી. જોકે આફ્રિકી બોલરો અંતમાં ભારતીય ટીમ પર હાવી થયા હતા. પરંતુ ત્યાં સુધીમાં મોડુ થઇ ચુક્યુ હતુ. કારણ કે શેફાલી થી લઇ હરમન સુધીના બેટ્સમેનોએ કામ પુરુ કરી લીધુ હતુ.

 

આ પણ વાંચોઃ Sabarkantha, Arvalli: શામળાજી થી ચિલોડા સિક્સલેનના કાર્યનો ધમધમાટ, એક મહિનામાં 1 ડઝન ઓવરબ્રીજ શરુ કરાશે

આ પણ વાંચોઃ IPL 2022: લસિથ મલિંગાની બરાબરી પર પહોંચ્યો Dwayne Bravo, સેમ બીલિંગ્સની વિકેટ ઝડપતા જ આ ઉપલબ્ધી હાંસલ કરી

Published On - 10:04 am, Sun, 27 March 22

Next Article