2024માં અમેરિકામાં T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની યજમાનીની શક્યતાઓના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. કારણ કે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક (Los Anjeles Olympic) માં ક્રિકેટને સામેલ કરવાના ICC ના અભિયાનમાં આ ટુર્નામેન્ટ એક ‘લૉન્ચ પેડ’ તરીકે કામ કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) અમેરિકા ક્રિકેટ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝને એકસાથે હોસ્ટ કરવા માટે સંયુક્ત બિડ પસંદ કરી શકે છે.
એક મીડિયા અહેવાલ મુજબ, આઈસીસી ટુર્નામેન્ટના આગામી રાઉન્ડના સ્થળો પર નિર્ણયની નજીક છે. તેમજ વૈશ્વિક ફોકસનો અર્થ એ થશે કે તાજેતરના સમય કરતાં વધુ વ્યાપક રીતે વિતરિત કરવામાં આવે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ પહેલાથી જ 2007 માં ODI વર્લ્ડ કપ 2010 માં T20 વર્લ્ડ કપનું આયોજન કરી ચુક્યુ છે.
આ ચક્રની છેલ્લી ટુર્નામેન્ટ 2031નો વર્લ્ડ કપ છે, જેનું આયોજન ભારત કરી શકે છે. આ સિવાય ઘણી ટૂર્નામેન્ટનું આયોજન ભારત કરી શકે છે, પરંતુ કયું ફોર્મેટ હશે તે હજુ નક્કી નથી. અમેરિકા ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પણ હોસ્ટિંગમાં રસ દાખવ્યો છે.
જો બધુ યોજના મુજબ ચાલે છે, તો તે બાંગ્લાદેશમાં 2014 T20 વર્લ્ડ કપ પછી પ્રથમ વૈશ્વિક ટૂર્નામેન્ટ હશે જેના યજમાન ભારત કે ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા નહી હોય. ICC લાંબા સમયથી ઉભરતા દેશોને આ મોટી ટૂર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો આપવાનું વિચારી રહ્યું છે. 2024 T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લે તેવી અપેક્ષા છે, જેમાં 2021 અને 2022 તબક્કા (16 ટીમો વચ્ચે 45 મેચ) ની સરખામણીમાં 55 મેચો હશે. ICC 2024 અને 2031 વચ્ચે 2024 T20 વર્લ્ડ કપથી શરૂ કરીને ઘણી વૈશ્વિક ટૂર્નામેન્ટનું આયોજન કરશે.
ઓસ્ટ્રેલિયન મીડિયાના આ અહેવાલ મુજબ, આ મહત્વપૂર્ણ પગલા ઉપરાંત, 2024 ટૂર્નામેન્ટના યજમાન તરીકે USA ની પસંદગી પણ, ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની લાંબી રાહ માટે ‘લૉન્ચ પેડ’ તરીકે કામ કરશે. જેથી કરીને રમતને એન્જલસમાં 2028 ઓલિમ્પિક પછી, તે 2032 બ્રિસ્બેન સુધી ચાલુ રાખી શકાય છે.
તાજેતરના સમયમાં, ભારત, શ્રીલંકા સહિતના કેટલાક દક્ષિણ એશિયાઈ દેશોના સ્થાનિક ક્રિકેટરો યુએસએ ગયા છે. જ્યાં તેઓ યુએસની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવે તેવી શક્યતા વધુ છે. થોડા અઠવાડિયા પહેલા જ, ભારતના ભૂતપૂર્વ અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઉન્મુક્ત ચંદ યુએસએ ગયો અને ત્યાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે.
આવી સ્થિતિમાં અમેરિકામાં આ ગેમની લોકપ્રિયતા વધવાની શક્યતા વધુ છે. આઈસીસીએ 2028 ઓલિમ્પિકમાં ટી20 ફોર્મેટમાં સમાવેશ કરવા માટેનો દાવો પહેલેથી જ જાહેર કરી દીધો છે.
Published On - 7:19 pm, Sun, 14 November 21