T20 World Cup 2021 1માં બુધવારે બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને એકતરફી રીતે હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં નામિબિયાએ સ્કોટલેન્ડ (Scotland vs Namibia) ને હરાવ્યું હતું. આ બે મેચ બાદ પોઈન્ટ ટેબલમાં એક ફેરફાર થયો છે અને તમને જણાવી દઈએ કે બીજા ગ્રુપમાં હાજર ટીમ ઈન્ડિયા (Team India) માટે સેમીફાઈનલનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે.
T20 વર્લ્ડ કપ 2021 પોઈન્ટ ટેબલના પહેલા ગ્રુપમાં ઈંગ્લેન્ડ 2 મેચમાં 2 જીત સાથે નંબર 1 પર છે. ઈંગ્લેન્ડના 2 મેચમાં 4 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ પણ +3.614 છે. ગુરુવારે આ ગ્રુપમાં મોટો ફેરફાર થઈ શકે છે, કારણ કે આ દિવસે નંબર બે ટીમ શ્રીલંકા અને ત્રીજા નંબરની ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ છે. દક્ષિણ આફ્રિકા 2 મેચમાં 1 જીત સાથે ચોથા નંબર પર છે. આ સાથે જ બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ 2-2 હાર સાથે પાંચમા અને છઠ્ઠા નંબર પર છે.
ગ્રુપ 2માં પાકિસ્તાન 2 મેચમાં 2 જીત સાથે નંબર વન પર છે. અફઘાનિસ્તાનની ટીમ એક મેચ રમી છે અને તે જીતી ચુકી છે. બુધવારે નામિબિયાએ સ્કોટલેન્ડને હરાવીને પોતાનું ખાતું ખોલ્યું અને તે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. ગ્રુપ 2માં ભારત-ન્યૂઝીલેન્ડ અને સ્કોટલેન્ડ અત્યાર સુધી એક પણ મેચ જીતી શક્યા નથી. ભારત આ ગ્રૂપમાં મુશ્કેલ પરિસ્થિતિમાં અટવાયું છે, કારણ કે તેને પાકિસ્તાન સામે મોટી હાર મળી છે. ભારતનો નેટ રન રેટ -0.973 છે અને હવે તેણે તેની બાકીની તમામ મેચો જીતવી પડશે તો જ તે સેમી ફાઇનલ માટે પ્રબળ દાવેદાર બની શકશે. આટલે થી હવે હાર ટીમ ઈન્ડિયાની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે મેચ રમાનારી છે.
ભારતે ન્યુઝીલેન્ડ બાદ 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે રમવાનું છે. 5 નવેમ્બરે સ્કોટલેન્ડ અને 8 નવેમ્બરે નામિબિયા સાથે ટક્કર છે. વિરાટ એન્ડ કંપનીએ બુધવારે દુબઈમાં આઈસીસી ક્રિકેટ એકેડમીમાં તાલીમ લીધી હતી. સારી વાત એ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે બોલિંગ પણ કરતો જોવા મળ્યો હતો. જો હાર્દિક ફિટ હશે તો ભારતીય ટીમને છઠ્ઠા બોલરની ખોટ નહીં રહે.