T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup) માં શ્રીલંકા (Sri Lanka) નો આગળનો રસ્તો બંધ થઈ ગયો છે. ઈંગ્લેન્ડ (England) સામેની હારથી તેની હાલત પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા (Team India) કરતા પણ ખરાબ થઈ ગઈ છે. જોકે ભારત અને શ્રીલંકા અલગ-અલગ ગ્રુપમાં છે. પરંતુ ભારતીય ટીમ માટે જ્યાં તેના ગ્રૂપમાંથી આગળ વધવાનો એટલે કે સેમિફાઈનલમાં જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ નથી થયો. શ્રીલંકાની ટીમ સાથે આવી સ્થિતિ નથી.
હવે શ્રીલંકન ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ શ્રીલંકાને હરાવ્યા બાદ ઈંગ્લેન્ડનું સેમિફાઈનલમાં પહોંચવું નક્કી છે. શક્ય છે કે ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલીસ્ટ પણ બની શકે.
શારજાહમાં 1લી નવેમ્બર એટલે કે સોમવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા મેચ રમાઈ હતી. આ મેચ શ્રીલંકા માટે મહત્વની હતી. પરંતુ, તે મેચમાં મહત્વની જીતથી 26 રન દૂર રહી ગયા હતા. જો શ્રીલંકા ટોસ જીતશે તો એવું લાગતું હતું કે, તેઓ મેચ પણ કબજે કરી લેશે, કારણ કે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એવું જોવા મળ્યું છે. પરંતુ, કહાની જુદી જ નીકળી.
જોકે શ્રીલંકાએ પ્રથમ બોલિંગ કરીને સારી શરૂઆત કરી હતી. પરંતુ, જોસ બટલર ફરી એકવાર બેટ નો બોસ બન્યો. તેણે 67 બોલમાં અણનમ 101 રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 163 રન સુધી પહોંચાડ્યો હતો. શ્રીલંકાને 164 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ ટીમ માત્ર 137 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
શ્રીલંકાને હરાવીને ઈંગ્લેન્ડે અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં ચોથી જીત નોંધાવી છે. આ સાથે, તેના ગ્રુપ 1 ના પોઈન્ટ ટેલીમાં 8 પોઈન્ટ છે અને તેની બાદશાહત પહેલા જેવી જ છે. ઈંગ્લેન્ડનો 3.183 રન રેટ પણ તેના ગ્રુપની બાકીની ટીમો કરતા સારો છે. બીજી તરફ હાર બાદ પોઈન્ટ ટેલીમાં શ્રીલંકાની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 3 હાર અને માત્ર 1 જીત સાથે તે પોઈન્ટ ટેલીમાં ચોથા નંબર પર છે.
ગ્રુપ 1ના પોઈન્ટ ટેબલમાં ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ બાદ સાઉથ આફ્રિકા નંબર 2 અને ઓસ્ટ્રેલિયા નંબર 3 પર છે. આ બંને ટીમોએ અત્યાર સુધી રમાયેલી 3-3 મેચોમાં 2-2 મેચ જીતી છે. વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ પોઈન્ટ ટેબલમાં 5 અને 6માં નંબરે છે. એટલે કે તેઓ શ્રીલંકા પછી છે. જોકે, આ બંને ટીમો શ્રીલંકા સામે 1-1 ઓછી મેચ રમી છે.
ગ્રુપ 2ની વાત કરીએ તો સોમવારે તેમાં કોઈ મેચ રમાઈ નથી. આ ગ્રૂપના પોઈન્ટ ટેલીમાં પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી રમાયેલી ત્રણેય મેચ જીતીને ટોપ પર છે. બીજા નંબર પર અફઘાનિસ્તાનની ટીમ છે. જેણે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2માં જીત મેળવી છે. આ સાથે જ ન્યુઝીલેન્ડ ભારતને હરાવીને ત્રીજા નંબર પર આવી ગયું છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધીમાં 2 મેચ રમી છે, જેમાં 1 જીતી છે અને 1 હાર્યું છે. ગ્રુપ 2માં ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેલીમાં 5માં નંબર પર છે, જેણે અત્યાર સુધી રમાયેલી પોતાની બંને મેચ હારી છે. સ્કોટલેન્ડની ટીમ ગ્રુપ 2માં સૌથી નીચે છે. આ સાથે જ નામિબિયા ચોથા નંબર પર છે.