ICC એ બુધવારે T20 બેટ્સમેનોની રેન્કિંગ (T20I Rankings) જાહેર કર્યુ છે, જેમાં ભારતને એક ખુશી મળી છે, ત્યાં મોટી નિરાશા પણ થઈ છે. આ રેન્કિંગમાં ભારતના બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ને ફાયદો થયો છે, જ્યારે કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નિરાશ છે. દક્ષિણ આફ્રિકાને સૌથી વધુ ફાયદો થયો છે. દક્ષિણ આફ્રિકા અને ભારત બંને સેમિફાઇનલમાં પહોંચી શક્યા ન હતા.
ICC T20 વર્લ્ડ કપમાં ભારત માટે 194 રન બનાવનાર ઓપનર કેએલ રાહુલને રેન્કિંગમાં ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. તે આઠમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયો છે. તેને 727 માર્કસ છે.
ટેસ્ટમાં સૌથી વધુ વખત આઉટ થનારા કેપ્ટનોની યાદીમાં કોહલી હવે સંયુક્ત બીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો સ્ટીફન ફ્લેમિંગ નંબર વન પર છે. કોહલી સાથે બીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ છે.
દક્ષિણ આફ્રિકાના રાસી વેન ડેર ડર્સીને સૌથી વધુ ફાયદો થયો છે. સુપર-12માં ઈંગ્લેન્ડ સામે 94 રનની શાનદાર ઈનિંગ રમનાર આ બેટ્સમેને છ સ્થાનના છલાંગ સાથે ટોપ-10માં પ્રવેશ કર્યો છે. તે 669 પોઈન્ટ સાથે 10મા સ્થાને છે.
દક્ષિણ આફ્રિકાના અન્ય બેટ્સમેન એડન મકરમને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે ત્રણ સ્થાન આગળ વધીને ત્રીજા નંબર પર આવી ગયો છે. તેને 796 માર્કસ છે. આ બેટ્સમેને ઈંગ્લેન્ડ સામે પણ અણનમ 52 રનની ઈનિંગ રમી હતી.
પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ જોકે નંબર વન પર યથાવત છે. ઈંગ્લેન્ડના ડેવિડ મલાને પણ બીજું સ્થાન મેળવ્યું છે. જોકે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને એક સ્થાનનું નુકસાન થયું છે. તે પાંચમાથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે પણ એક સ્થાન ગુમાવ્યું છે. તે ત્રીજાથી ચોથા સ્થાને પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડનો ડેવોન કોનવે સાતમા, ઈંગ્લેન્ડનો જોસ બટલર નવમા સ્થાને છે.