ICC રેન્કિંગમાં મોટો ફેરફાર, વિશ્વને એક સાથે મળ્યા બે નંબર-1 બોલર

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં આશ્ચર્યજનક ફેરફાર જોવા મળ્યો છે. બે બોલરો એક સાથે વનડેમાં નંબર-1 બોલર બન્યા છે. જાણો આવું કેમ અને કેવી રીત થયું.

ICC રેન્કિંગમાં મોટો ફેરફાર, વિશ્વને એક સાથે મળ્યા બે નંબર-1 બોલર
Keshav Maharaj & Maheesh Theekshana
Image Credit source: PTI
| Updated on: Aug 27, 2025 | 5:56 PM

ક્રિકેટની દુનિયામાં એક રોમાંચક પરિવર્તન જોવા મળ્યું છે. વાસ્તવમાં, ICCએ તાજેતરમાં જ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે અને બે ખેલાડીઓ એક સાથે ODI ફોર્મેટમાં નંબર 1 બોલર બન્યા છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, આ ફેરફાર સારા પ્રદર્શનને કારણે નહીં પરંતુ ખરાબ બોલિંગને કારણે જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકાના અનુભવી સ્પિનર ​​કેશવ મહારાજ ગયા અઠવાડિયે નંબર-1 બોલર બન્યા હતા, તે હજુ પણ આ સ્થાન પર યથાવત છે, પરંતુ અન્ય એક ખેલાડીએ પણ આ સ્થાન પર પ્રવેશ કર્યો છે.

ODI રેન્કિંગમાં નંબર-1 પર 2 બોલર એકસાથે

ICCની લેટેસ્ટ ODI રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાનો કેશવ મહારાજ અને શ્રીલંકાનો મહેશ થીક્ષાના સંયુક્ત રીતે નંબર-1 બોલર બની ગયા છે. આ પાછળનું કારણ કેશવ મહારાજનું ખરાબ પ્રદર્શન છે. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની છેલ્લી મેચમાં, કેશવ મહારાજે માત્ર 1 વિકેટ લીધી હતી અને 57 રન આપ્યા હતા. જેના કારણે તેમના રેટિંગ પોઈન્ટ ઘટ્યા છે. તેના રેટિંગ પોઈન્ટ 687થી ઘટીને 671 થઈ ગયા છે. બીજી તરફ, મહેશ થીક્ષાના 671 પોઈન્ટ સાથે બીજા સ્થાને હતો. પરંતુ સમાન પોઈન્ટને કારણે, હવે તે પણ નંબર-1 બની ગયો છે.

બોલરોની રેન્કિંગમાં ટોપ-10માં મોટા ફેરફાર

આ ઉપરાંત, લુંગી ન્ગીડીએ રેન્કિંગમાં કૂદકો માર્યો છે. ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટ લેનાર લુંગી ન્ગીડી છ સ્થાન ઉપર ચઢીને 28મા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન એલિસને પણ ફાયદો થયો છે. તેણે 21 સ્થાનનો કૂદકો માર્યો છે. જોકે, તેનો સાથી ખેલાડી એડમ ઝામ્પા 10મા સ્થાનેથી 11મા સ્થાને સરકી ગયો છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ગુડાકેશ મોતીએ ટોપ ટેનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

કેમેરોન ગ્રીનની મોટી છલાંગ

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને બેટિંગ રેન્કિંગમાં સૌથી વધુ ફાયદો મેળવ્યો છે. ગ્રીને ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયન ટીમ માટે બીજી સૌથી ઝડપી વનડે સદી ફટકારી હતી, જેના કારણે તે 40 સ્થાનની છલાંગ લગાવીને બેટ્સમેનોની યાદીમાં 78મા ક્રમે પહોંચી ગયો છે.

આ પણ વાંચો: ICC Rule Book EP 28 : ફીલ્ડર અંગે શું કહે છે ICCનો નિયમ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.