ICC Ranking : ટી20 રેન્કિંગમાં આ ભારતીય બેટ્સમેનની જબરદસ્ત છલાંગ, તો કોહલીને થયું નુકસાન

|

Mar 02, 2022 | 4:36 PM

ભારતના લોકેશ રાહુલ ચાર સ્થાનના નુકસાન સાથે 10માં અને વિરાટ કોહલી ટોપ 10માંથી બહાર થઇ ગયો છે અને તે 15માં સ્થાને પહોંચી ગયો છે.

ICC Ranking : ટી20 રેન્કિંગમાં આ ભારતીય બેટ્સમેનની જબરદસ્ત છલાંગ, તો કોહલીને થયું નુકસાન
Shreyas Iyer (PC: BCCI)

Follow us on

ભારત અને શ્રીલંકા (INDvSL) ટી20 સીરિઝ બાદ આઈસીસીએ રેન્કિંગ (ICC Ranking) જાહેર કર્યા છે. તો ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વન-ડે સીરિઝ અને આઈસીસી ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર એ ની મેચોને પણ રેન્કિંગમાં જગ્યા મળી છે. ટી20 ટીમ રેન્કિંગમાં ભારત 270 પોઇન્ટની સાથે પહેલા સ્થાને છે.

ટી20 બેટિંગ રેન્કિંગમાં બાબર આઝમ પહેલા સ્થાન પર રહેલો છે. શ્રીલંકાના પેથુમ નિસાંકા 6 સ્થાનના ફાયદા સાથે ટોપ 10માં પહોંચી ગયો છે. તે 9માં સ્થાને પહોંચી ગયો છે. તો શ્રીલંકા સામે ટી20 સીરિઝમાં નહીં રમી શકનાર ભારતના લોકેશ રાહુલ ચાર સ્થાનના નુકસાન સાથે 10માં અને વિરાટ કોહલી ટોપ 10માંથી બહાર થઇ ગયો છે અને તે 15માં સ્થાને પહોંચી ગયો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

UAE ના ક્રિકેટર વસીમની બેટિંગ રેન્કિંગમાં જોરદાર છલાંગ

શ્રીલંકા સામે સતત ત્રણ અડધી સદી ફટકારનાર શ્રેયસ અય્યર 27 સ્થાનના જબરદસ્ત ફાયદા સાથે 18માં ક્રમ પર પહોંચી ગયો છે. યુએઈના મુહમ્મદ વસીમને આયરલેન્ડ સામે શાનદાર સદી ફટકારતા ફાયદો થયો છે અને તે 12માં સ્થાન પર પહોંચી ગયો છે. યુએઈના કોઇ પણ બેટ્સમેનોમાં આ સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે.

બોલિંગ રેન્કિંગમાં તબરેજ શમ્સી પહેલા સ્થાન પર યથાવત છે. શ્રીલંકાના વાનિન્દુ હસરંગાને ભારત સામેની સીરિઝ ન રમવા પર નુકસાન થયું છે અને હવે તે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. યુએઈના જહૂર ખાન 17 સ્થાનના ફાયદા સાથે 42માં અને આયરલેન્ડના જોસ લિટિલ 27 સ્થાનના ફાયદા સાથે 49 માં સ્થાન પર છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં યુએઈના રોહન મુસ્તકા છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે.

ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં સાઉથ આફ્રિકાના કાગિસો રબાડા ત્રણ સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તો ન્યુઝીલેન્ડના કાઇલ જેમિસન બે સ્થાનના નુકસાન સાથે પાંચમાં સ્થાને અને ટિમ સાઉદી એક સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયો છે. બેટિંગમાં ન્યુઝીલેન્ડ ના ડેવન કોનવે 6 સ્થાનના ફાયદા સાથે 17માં સ્થાન પર પહોંચી ગયો છે.

વન-ડે બોલિંગ રેન્કિંગમાં રાશિદ ખાન ફરીથી ટોપ 10માં પહોંચી ગયો છે અને 6 સ્થાનના ફાયદા સાથે નવમાં ક્રમ પર પહોંચી ગયો છે. મુજીબ ઉર રહમાન એક સ્થાનના નુકસાન પાંચમાં અને બાંગ્લાદેશના મેહદી હસન મિરાજ બે સ્થાનના નુકસાન સાથે સાતમાં ક્રમે પહોંચી ગયો છે. બેટિંગમાં લિટન દાસ કારકિર્દીના બેસ્ટ 32માં ક્રમે પહોંચી ગયો છે.

આ પણ વાંચો : IPL: પાકિસ્તાનની ધરતી પર જ રહી ઓસ્ટ્રેલિયન ખેલાડીએ લગાવ્યા મરચાં, કહ્યુ આઇપીએલ આગળ PSL નું કંઇના આવે

આ પણ વાંચો : Rohit Sharma એ ખરીદી ચમચમાતી કરોડોની કિંમતની મોંઘીદાટ કાર, બ્લ્યૂ ટીમની જર્સી જેવો જ પસંદ કર્યો રંગ

Next Article