ICC ODI Team Ranking: વન-ડે સીરિઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાને રેન્કિંગમાં થયો ફાયદો, તો હારનાર ઇંગ્લેન્ડનો હાલ શું છે

|

Jul 18, 2022 | 1:56 PM

Cricket : ICC ODI રેન્કિંગમાં ન્યુઝીલેન્ડની ટીમ નંબર વન પર યથાવત છે. જો કે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી જીતવાથી ટીમ ઈન્ડિયા (Team India) ને પણ ફાયદો થયો છે.

ICC ODI Team Ranking: વન-ડે સીરિઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાને રેન્કિંગમાં થયો ફાયદો, તો હારનાર ઇંગ્લેન્ડનો હાલ શું છે
Team India Ranking (PC: BCCI)

Follow us on

ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી જીત્યા બાદ ભારતે ICC રેન્કિંગ (ICC Ranking) માં નંબર 3નું સ્થાન પાછું મેળવી લીધું છે. ઇંગ્લેન્ડ (England Cricket) સામે ભારતની શ્રેણી જીતે રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમને ICC પુરુષોની ODI ટીમ રેન્કિંગમાં પાકિસ્તાનથી આગળ તેનું ત્રીજું સ્થાન મજબૂત કરવામાં મદદ કરી. મહત્વનું છે કે ભારતે હાલમાં જ ઇંગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે મેચ જીતીને ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-1 થી જીતી લીધી હતી અને ઇતિહાસ રચી દીધો હતો.

વન-ડે શ્રેણી જીત સાથે ભારતીય ટીમ ત્રીજા સ્થાને પહોંચ્યું

ICC રેન્કિંગમાં 109 રેટિંગ પોઈન્ટ સાથે ભારતીય ટીમ (Team India) હવે પાકિસ્તાન (106) ની ટીમ કરતા ત્રણ પોઈન્ટ આગળ છે. આ સાથે જ ન્યુઝીલેન્ડ (New Zealand Cricket) 128 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે. જોસ બટલરની આગેવાની હેઠળની ઈંગ્લેન્ડ (England Cricket Team) ની ટીમ ત્રણ મેચની વનડે શ્રેણી ગુમાવવા છતાં 121 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ઇંગ્લેન્ડ સામે ભારતે વન-ડે સીરિઝ 2-1થી જીતી લીધી

ઇંગ્લેન્ડ સામેની અંતિમ વન-ડે મેચમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) ની પ્રથમ વનડે સદીથી ભારતને ઈંગ્લેન્ડ સામેની શ્રેણી 2-1 થી જીતવામાં મદદ મળી હતી. શ્રેણીમાં જીત સાથે ભારતીય ટીમે તાજેતરની રેન્કિંગમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

 

 

હવે ઇંગ્લેન્ડ અને આફ્રિકા વચ્ચેની સીરિઝ પર તમામની નજર

ICC એ જાહેર કરેલ વન-ડે ટીમના રેન્કિંગ આવતા અઠવાડિયામાં બદલાઈ શકે છે. છઠ્ઠા ક્રમના દક્ષિણ આફ્રિકા હાલમાં પાકિસ્તાનથી માત્ર સાત રેટિંગ પોઈન્ટ પાછળ છે અને જો તેઓ ઈંગ્લેન્ડ સામેની આગામી ત્રણ મેચની શ્રેણી જીતે તો ચોથા સ્થાને જઈ શકે છે.

તો ભારતીય ટીમ (Team India) આ મહિનાના અંતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચોની વન-ડે શ્રેણી રમશે. પાકિસ્તાન હાલમાં શ્રીલંકા સામે ટેસ્ટ મેચ રમી રહ્યું છે. ત્યાર પછી ટીમ ઓગસ્ટમાં વનડે શ્રેણીમાં નેધરલેન્ડ સામે ટકરાશે.

Next Article