IND vs ENG Match Report:સેમીફાઈનલમાં ભારતની શરમજનક હાર, આ કારણો જવાબદાર

ટી-20 વર્લ્ડ કપમાંથી ભારત બીજી સેમીફાઈનલ ઈંગ્લેન્ડ સામે હારી ગયું. હેલ્સ-બટલરની જોડીની સદીની ભાગીદારી સારી રહી હતી.

IND vs ENG Match Report:સેમીફાઈનલમાં ભારતની શરમજનક હાર,  આ કારણો જવાબદાર
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Nov 10, 2022 | 4:56 PM

ટીમ ઈન્ડિયાને એડિલેડમાં પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો, કારણ કે ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એડિલેડનો એવો પણ ઈતિહાસ છે કે પ્રથમ બેટિંગ કરનારી ટીમે અહીં વધુ મેચ જીતી છે. આવી સ્થિતિમાં બટલરનો આ નિર્ણય ચોંકાવનારો હતો.સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. તેણે 169 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા.

 

ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 47 બોલમાં અણનમ 86 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 રન બનાવ્યા હતા. ભારતના છ બોલરોમાંથી ચાર બોલરોએ 10થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.એડિલેડમાં જીતની દાવેદાર માનવામાં આવતી ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો

 

હાર માટે આ કારણો જવાબદાર

ઓપનિંગ જોડી ફરી ન ચાલી

સુપર-12માં ટીમ ઈન્ડિયાની ઓપનિંગ પાર્ટનરશિપ નિષ્ફળ ગઈ હતી અને સેમીફાઈનલમાં પણ આવું જ જોવા મળ્યું હતું. રોહિત-રાહુલ ઈંગ્લેન્ડ સામે માત્ર 9 રન બનાવીને આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયાને ફરી સારી શરૂઆત મળી ન હતી અને પાવરપ્લેમાં માત્ર 38 રન જ બનાવી શકી હતી.

રોહિત અને સૂર્યાનુૂં ખરાબ પ્રદર્શન

કેપ્ટન રોહિત શર્માનું બેટ આખા T20 વર્લ્ડ કપમાં ચાલ્યું ન હતું અને સેમી ફાઇનલમાં પણ આવું જ જોવા મળ્યું હતું. રોહિતે 28 બોલમાં 27 રન બનાવ્યા, તેનો સ્ટ્રાઈક રેટ 100થી ઓછો હતો. બીજી તરફ સૂર્યકુમાર યાદવે 10 બોલમાં 14 રન બનાવ્યા હતા.

ભારતની નબળી બોલિંગ

સુપર-12માં શાનદાર બોલિંગ કરનાર અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમારે સેમિફાઈનલમાં નિરાશ કર્યા હતા. બંને પાવરપ્લેમાં ન તો વિકેટ લઈ શક્યા કે ન તો રન રોકી શક્યા. ભુવનેશ્વર કુમારનો ઈકોનોમી રેટ 10 રન પ્રતિ ઓવરથી વધુ હતો. શમી, અશ્વિન અને પંડ્યાએ પણ પ્રતિ ઓવરમાં 10થી વધુ રન લૂંટ્યા.

નબળી પ્લેઇંગ XI પસંદગી

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની પસંદગી પણ ક્યાંક ને ક્યાંક હારનું કારણ હતું. ભારતે પ્લેઈંગ ઈલેવનમાં વિકેટ લેનારા સ્પિનરને સ્થાન આપ્યું ન હતું. અક્ષર પટેલને તક આપવામાં આવી હતી, જે માત્ર રન રોકવાનું કામ કરે છે, યુઝવેન્દ્રને આખી ટૂર્નામેન્ટમાં તક આપવામાં આવી ન હતી.

 

Published On - 4:42 pm, Thu, 10 November 22