IND vs PAK : U19 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર નહીં થાય, ICCએ લીધો મોટો નિર્ણય

|

Sep 23, 2023 | 6:05 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. સમગ્ર ક્રિકેટ જગતની નજર આ મેચ પર ટકેલી છે, પરંતુ આવતા વર્ષે શ્રીલંકામાં રમાનારા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજમાં કોઈ મેચ નહીં હોય. કારણકે ICCએ બંને ટીમોને અલગ-અલગ ગ્રૂપમાં રાખ્યા છે. જોકે બને ટીમો સેમી ફાઇનલ અથવા ફાઇનલમાં ટકરાઇ શકે છે.

IND vs PAK : U19 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર નહીં થાય, ICCએ લીધો મોટો નિર્ણય
India vs Pakistan

Follow us on

ભારત (Team India) અને પાકિસ્તાન વચ્ચેની મેચની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આ એ મેચ છે જેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર છે. આ મેચમાં ટિકિટ માટે ભીડ છે અને ટીવી પર જોવાની દ્રષ્ટિએ આ મેચ રેકોર્ડ તોડી રહી છે. તેથી, ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ હવે દરેક વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે મેચ યોજવાનું શરૂ કર્યું છે. જ્યારે પણ કોઈ પણ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવે છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગ્રુપ સ્ટેજમાં નક્કી કરવામાં આવે છે, પરંતુ આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપ (World Cup) માં આવું નહીં થાય. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા નથી. તેથી, આ બંને ટીમો ગ્રુપ રાઉન્ડમાં ટકરાશે નહીં.

ભારત-પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા

અંડર-19 વર્લ્ડ કપ આવતા વર્ષે 13 જાન્યુઆરીથી શ્રીલંકામાં યોજાવાનો છે અને ICCએ તેનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ કાર્યક્રમમાં ભારત અને પાકિસ્તાનને અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપમાં વર્તમાન વિજેતા તરીકે પ્રવેશ કરશે. ગયા વર્ષના વર્લ્ડ કપમાં ભારતે યશ ધુલની કેપ્ટન્સીમાં આ વર્લ્ડ કપ જીત્યો હતો. આ વખતે ભારત ટાઈટલ બચાવવાનો પ્રયાસ કરશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

આ વર્લ્ડ કપમાં ભારતને ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારતની સાથે બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અમેરિકા છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 14 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. તેના ચાર દિવસ બાદ એટલે કે 18 જાન્યુઆરીએ ભારતે તેની આગામી મેચ અમેરિકા સામે રમવાની છે. ભારત 20 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામે ટકરાશે. આ વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર ટીમોના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ B માં ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ છે. ગ્રુપ C માં ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા છે. ગ્રુપ D માં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને નેપાળની ટીમો છે.

આ પણ વાંચો : Asian Games : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઐતિહાસિક મેડલથી એક જીત દૂર, બસ આ કામ કરવું પડશે

વર્લ્ડ કપનું ફોર્મેટ

દરેક ગ્રુપની ટોપ-3 ટીમો આગલા રાઉન્ડમાં જશે જેને સુપર-6 કહેવામાં આવશે. આમાં 12 ટીમોને છ-છ ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. ગ્રુપ A અને Dની ટીમોને જોડીને એક ગ્રુપ બનાવવામાં આવશે. ગ્રુપ B અને C ને જોડીને બીજું જૂથ બનાવવામાં આવશે. અહીં દરેક ગ્રુપની ટીમે બીજા ગ્રુપની બે ટીમો સામે મેચ રમવાની રહેશે. સુપર-6માં દરેક ગ્રૂપમાં ટોપ-2 ટીમ સેમી ફાઇનલમાં જશે અને પછી ફાઈનલ 4 ફેબ્રુઆરીએ યોજાશે. ફાઈનલ મેચ કોલંબોમાં રમાશે. આ વર્લ્ડ કપની વોર્મ-અપ મેચો 6 થી 12 જાન્યુઆરી વચ્ચે રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:04 pm, Sat, 23 September 23

Next Article