‘હું Unlucky નથી’, ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા પછી સંજુ સેમસને કેમ આવું કહ્યું?

સંજુ સેમસન સતત ટીમની અંદર અને બહાર રહ્યો છે. આયર્લેન્ડ પ્રવાસ પહેલા તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં પણ ટીમ સાથે હતો. પરંતુ તે ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી. તેને ટીમ ઈન્ડિયામાં સતત તકો મળી ન હતી અને સંજુ તેને મળેલી મોટાભાગની તકોનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો.

હું Unlucky નથી, ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા પછી સંજુ સેમસને કેમ આવું કહ્યું?
Sanju Samson
| Updated on: Nov 24, 2023 | 6:15 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T20 શ્રેણી રમી રહી છે. જ્યારે ટીમ ઈન્ડિયાની આ સિરીઝ માટે પસંદગી કરવામાં આવી ત્યારે એક નામને લઈને ભારે હોબાળો થયો હતો. આ ખેલાડી છે સંજુ સેમસન. સંજુ પહેલા ટીમ ઈન્ડિયાનો ભાગ હતો જે T20 સિરીઝ રમવા માટે આયર્લેન્ડના પ્રવાસે ગઈ હતી. જોકે આ પછી તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

સંજુએ પોતાને કમનસીબ માનવા પર આપી પ્રતિક્રિયા

તે એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ટીમમાં નહોતો અને ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી શ્રેણીમાં પણ તેની પસંદગી થઈ ન હતી. સંજુના ચાહકોએ તેની પસંદગી ન થવા પર સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો અને તેને કમનસીબ કહ્યો હતો, પરંતુ હવે સંજુએ આ બધી બાબતો પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે તે કમનસીબ નથી.

‘હું કમનસીબ નથી’: સંજુ સેમસન

ધન્યા વર્માની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે સંજુએ કહ્યું કે લોકો તેને કમનસીબ ક્રિકેટર કહે છે પરંતુ તે Unlucky નથી. તેણે કહ્યું કે તેણે ક્યારેય આ વિશે વિચાર્યું નથી અને તેથી તે પોતાને કમનસીબ માનતો નથી. સંજુએ ટીમ ઈન્ડિયા માટે પોતાની પ્રથમ મેચ 2015માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ રમી હતી પરંતુ ત્યાર બાદ તેને પાંચ વર્ષ બાદ તક મળી હતી. તેણે ટીમ ઈન્ડિયા માટે તેની બીજી મેચ 2020માં પુણેમાં શ્રીલંકા સામે રમી હતી. તેણે 2021માં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

રોહિત શર્માએ ઘણો સપોર્ટ કર્યો

સંજુએ આ ઈન્ટરવ્યુમાં એ પણ જણાવ્યું કે રોહિત શર્માએ તેને ઘણો સપોર્ટ કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે તે ટીમની બહાર ગયો હતો ત્યારે રોહિત શર્મા પ્રથમ વ્યક્તિ હતો જેણે તેની સાથે વાત કરી હતી. સંજુએ જણાવ્યું કે રોહિતે તેને કહ્યું હતું કે તેં IPLમાં સારી રમત દેખાડી છે અને મુંબઈ ઈન્ડિયન્સ સામે ઘણી સિક્સર ફટકારી છે. સંજુએ કહ્યું કે રોહિતે હંમેશા તેને સપોર્ટ કર્યો છે.

આ પણ વાંચો : ગૌતમ ગંભીર સાથે કંઈક એવું થયું જેની કોઈને અપેક્ષા નહોતી, બેટ્સમેન પણ કંઈ ન કરી શક્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:14 pm, Fri, 24 November 23