Virat Kohli તેના જૂના ફોર્મમાં કેવી રીતે પાછો ફરશે? ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ખેલાડીએ જણાવી ફોર્મ્યુલા

|

May 28, 2022 | 9:11 PM

આ પૂર્વ ખેલાડીએ વિરાટ કોહલીને (Virat Kohli) લઈને મહત્વની સલાહ આપી છે, સાથે જ IPL-2022માં ઉભરી રહેલા ભારતના યુવા ફાસ્ટ બોલરોની પણ પ્રશંસા કરી છે.

Virat Kohli તેના જૂના ફોર્મમાં કેવી રીતે પાછો ફરશે? ઓસ્ટ્રેલિયાના આ  દિગ્ગજ ખેલાડીએ જણાવી ફોર્મ્યુલા
Virat Kohli (IPL Photo)

Follow us on

વર્તમાન સમયના મહાન બેટ્સમેનોમાંનો એક વિરાટ કોહલી (Virat Kohli) આ સમયે રન માટે સંઘર્ષ કરી રહ્યો છે. 2019થી તેના બેટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી નથી. IPL-2022 (IPL 2022)માં પણ તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. આવી સ્થિતિમાં ઘણા લોકો કોહલીને અલગ-અલગ સલાહ આપી રહ્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ (Brett Lee) કોહલીને અલગ સલાહ આપી છે. બ્રેટ લીને લાગે છે કે ભારતીય બેટિંગ લિજેન્ડ તેના મગજને ફ્રેશ કરવા અને કેટલીક બાબતો પર કામ કરવા માટે રમતમાંથી બ્રેક લેવાનું વિચારી શકે છે.

IPLની 15મી સિઝનમાં કોહલીનું ઔસત અભિયાન શુક્રવારે અમદાવાદમાં બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સાત વિકેટે હાર્યા બાદ સમાપ્ત થયું હતું. જ્યારે કોહલીના બેટિંગમાં ખરાબ તબક્કા વિશે પૂછવામાં આવ્યું ત્યારે લીએ શનિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું “જો હું કહું કે શું તે ચિંતાનો વિષય છે તો હા, તે ચિંતાનો વિષય છે.” હું ઈચ્છું છું કે કોહલી વધુ રન બનાવે.

ટીમ કોહલીના બળ પર છે

કોહલી છેલ્લા ત્રણ વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તર પર સદી ફટકારી શક્યો નથી. IPLની વર્તમાન સિઝનમાં પણ તે 16 મેચમાં 22.73ની એવરેજથી માત્ર 341 રન જ બનાવી શક્યો હતો. લીએ કહ્યું, “કોહલી વિશે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જ્યારે તે સારો દેખાવ કરે છે ત્યારે ટીમ સારૂ પ્રદર્શન કરે છે અને જ્યારે તે રન નથી બનાવતો ત્યારે ટીમ સારૂ પ્રદર્શન કરી શકતી નથી. અમે 2016ની IPL સિઝનમાં જોયું છે જ્યારે તે શાનદાર ફોર્મમાં હતો. તેણે 800-900 રન બનાવ્યા હતા અને ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

“કદાચ કોહલી માટે પ્રેક્ટિસ પર પાછા જવાની અને કેટલીક બાબતો પર કામ કરવાની તક છે અને કદાચ ક્રિકેટમાંથી આરામ લેવાથી પણ તેને ફાયદો થશે,”. તેણે થોડો સમય રમતથી દૂર રહીને પોતાના મનને ફ્રેશ કરવું જોઈએ.

ભારતીય યુવા બોલરોથી પ્રભાવિત

બ્રેટ લીએ કહ્યું કે તે ભારતમાં ઝડપી બોલિંગની નવી પ્રતિભાઓથી ખૂબ જ પ્રભાવિત છે. IPLની વર્તમાન સિઝનમાં આવેશ ખાન, મોહસીન ખાન, ઉમરાન મલિક, મુકેશ ચૌધરી, અર્શદીપ સિંહ જેવા યુવા ફાસ્ટ બોલરોએ પોતાની પ્રતિભા સાબિત કરી. ટેસ્ટ ક્રિકેટમાં 310 વિકેટ લેનાર બ્રેટ લી આનાથી ખૂબ જ પ્રભાવિત થયો છે. “બે ખાન છોકરાઓ (મોહસીન અને આવેશ) વાસ્તવિક પ્રતિભા ધરાવે છે. ભારતીય ક્રિકેટ ફાસ્ટ બોલરોની સેનાનું નિર્માણ કરી રહ્યું છે. મને તે ખૂબ જ ગમ્યું. “તેમની પાસે સારા સ્પિન વિકલ્પો પણ છે, પરંતુ જો તમે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ જોઈ રહ્યા છો તો તમારે એવા ખેલાડીઓની જરૂર છે, જે ઉછાળવાળી વિકેટો પર ઝડપી બોલિંગ કરી શકે,”

ઉમરાને ટેસ્ટ ક્રિકેટ રમવી જોઈએ

બ્રેટ લીએ કહ્યું કે ઉમરાન મલિકે ટેસ્ટ ક્રિકેટ રમવું જોઈએ. જમ્મુ-કાશ્મીરના આ ફાસ્ટ બોલરે 150 કિલોમીટરથી વધુની ઝડપે સતત બોલિંગ કરીને ચર્ચામાં રહ્યો હતો. તેણે કહ્યું જુઓ તે શાનદાર છે, ઉમરાન મલિકે જે કર્યું તે તેની શાનદાર ગતિ છે. મને આશા છે કે તેને રમતના લાંબા ફોર્મેટમાં પણ રમવાની તક મળશે.

Next Article