ટીમ ઈન્ડિયાએ આ રીતે ઉજવી દિવાળી, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટા અને વીડિયો

ક્રિકેટ વિશ્વ કપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે, દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. આજે રવિવારે વિશ્વ કપની છેલ્લી લીગ મેચ નેધરલેન્ડ સામે રમતા પહેલા, ભારતીય ક્રિકેટ ટીમે બેંગલુરુમાં દિવાળી પર્વની ઉજવણી કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

ટીમ ઈન્ડિયાએ આ રીતે ઉજવી દિવાળી, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટા અને વીડિયો
Team India celebrated Diwali
Image Credit source: twitter.com/klrahul
| Edited By: | Updated on: Nov 12, 2023 | 12:36 PM

ભારતીય ટીમના ખેલાડીઓએ બેંગલુરુમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. તમામ ખેલાડીઓની દિવાળીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે દિવાળીના દિવસે ભારત વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સાથે તેની છેલ્લી લીગ મેચ રમશે. નેધરલેન્ડ સામે મેચ રમ્યા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ સાથે મળીને દિવાળીની ઉજવણી કરી હતી. બેંગલુરુ ખાતે ભારતના તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે ભારતીય પરિવેશમાં જોવા મળ્યા હતા. કિંગ કોહલી તેની પત્ની અનુષ્કા સાથે જોવા મળ્યો હતો. રોહિત શર્માએ પણ તેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જુઓ કે એલ રાહુલે પોસ્ટ કરેલ તસવીર.

 

મહમ્મદ શમીએ પણ પાઠવી દિવાળી પર્વની શુભેચ્છાઓ.

 

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહીત શર્માએ પણ પાઠવી દિવાળી પર્વની શુભેચ્છા

કુલદીપ યાદવે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી સૌ ભારતીયોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

મહમ્મદ સિરાઝે પણ તેના ફેન્સને દિવાળીની શુભેચ્છા પાઠવી.

 

વિશ્વ કપની મેચ દરમિયાન ભલભલી ટીમ સામે તરખાટ મચાવનાર ત્રિપુટી

બેંગલુરમાં યોજાયેલા આ ખાસ દિવાળી સેલિબ્રેશનમાં ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ જોડાયા હતા. દિવાળી પર્વની ઉજવણી અંગેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ, તે જોઈને ફેન્સ પણ ખૂબ જ રાજી થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ક્રિકેટ વિશ્વકપની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો આગામી 15મી નવેમ્બરે ન્યુઝીલેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં યોજાનાર છે.

દિવાળી મહોત્સવની ઉજવણીનો વીડિયો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં પ્રથમ સેમીફાઈનલ રમાશે. આ પછી બીજી સેમિફાઇનલ 16મી નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમાં રમાશે. અત્રે ઉલ્લેખનીય છે કે 2019ની સેમીફાઈનલમાં ભારત ન્યુઝીલેન્ડ સામે હારીને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. હવે શું આ વખતે ભારતીય ટીમ 2019નો બદલો લઈ શકશે ?

Published On - 11:22 am, Sun, 12 November 23