
સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે શૂટિંગ (Shooting)માં કેટલા પ્રકારની ગેમ્સ કે ઇવેન્ટ હોય છે? એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ગેમમાં ઉપયોગમાં લેવાતી બંદૂકના આધારે શૂટિંગની કેટગરીઓ નક્કી થાય છે. જેમાં 3 પ્રકારની બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે મુજબની કેટેગરીઓ પણ છે. પ્રથમ – રાઈફલ, બીજી – પિસ્તોલ અને ત્રીજી – શોટગન. હવે વાત કરીએ તો રાઈફલમાં 3 પ્રકારની ઈવેન્ટ પિસ્તોલમાં 6 પ્રકારની ઈવેન્ટ અને શોટગનમાં 3 પ્રકારની ઈવેન્ટ હોય છે.
શૂટિંગમાં ઉપયોગ થનારી રાઈફલની કિંમત 2.5 લાખ રુપિયાથી શરુ થાય છે. 10 લાખ અને તેનાથી પણ વધારે કિંમતની રાઈફલ આવે છે. હવે વાત કરીએ પિસ્તોલની તો આની કિંમત અંદાજે 4થી 5 લાખ રુપિયા હોય છે. તેમજ શોર્ટગનની કિંમત 8 લાખથી 12 લાખ રુપિયા સુધીની હોય છે. એક્સપર્ટનું કહેવુ છે કે શોર્ટગન સીધી શૂટરને પહોંચાડવામાં આવતી નથી. ભારત વિશે વાત કરીએ તો, તે રાજ્ય એસોસિએશન દ્વારા શૂટરને આપવામાં આવે છે અને પછી મેચ પછી તેને પરત લેવામાં આવે છે. આ ગેમ અન્ય ગેમ્સની સરખામણીમાં મોંઘી અને ખર્ચાળ છે. બંદૂક ઉપરાંત બુલેટ, ગ્લોવ્સ, શૂઝ, જેકેટ વગેરે ઘણી વસ્તુઓ ખરીદવી પડે છે.
હાલમાં એશિયન ગેમ્સ ચાલી રહી છે. અને ભારતી ટીમે અત્યાર સુધી 8 ગોલ્ડ, 12 સિલ્વર, 12 બ્રોન્ઝઃ કુલ 32 મેડલ પોતાને નામ કર્યા છે. જેમાં મોટાભાગના મેડલ શૂટિંગની ઈવેન્ટમાં આવ્યા છે. 10 મીટર એર રાઈફલની વાત કરીએ તો દરેક ખેલાડી 40ની જગ્યાએ 60 શોટ લે છે, જ્યારે આ માટે સમય મર્યાદા એક કલાક 15 મિનિટ છે. આમાં પણ ટોપ 8 ખેલાડીઓ મેડલ જીતવા માટે આગળ વધે છે. ફાઈનલમાં દરેક પરફેક્ટ સ્કોર માટે 10.9 પોઇન્ટ આપવામાં આવે છે. ફાઈનલમાં સ્કોરિંગ નવેસરથી શરૂ થાય છે અને અગાઉના પોઈન્ટ ઉમેરવામાં આવતા નથી.
ફાઇનલમાં, પ્રથમ પાંચ શોટની બે સિરીઝ રમાય છે જેમાં દરેક સિરીઝ માટે 250 સેકન્ડનો સમય આપવામાં આવે છે. આ પછી, આગામી 50 સેકન્ડમાં 14 ગોળી ચલાવવાની હોય છે. 12 શોટ પછી સૌથી ઓછો સ્કોર ધરાવનાર ખેલાડી બહાર થઈ જાય છે. આ પછી, દરેક બે શોટ પછી ખેલાડીઓ આઉટ થાય છે અને વિજેતા નક્કી થાય છે. પુરૂષ અને મહિલા ઉપરાંત ડબલ્સ અને મિક્સ ડબલ્સ કેટેગરી પણ છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં દરેક ટીમનો દરેક ખેલાડી 50 મિનિટમાં 40 શોટ લે છે અને ટોચની 5 ટીમો ફાઈનલ રાઉન્ડનો ભાગ બને છે.