PAK vs AUS: ગજબ ! યોર્કર બોલ સ્ટંમ્પ પર વાગ્યો છતાં ‘ગીલ્લી’ ના ઉડી, અંપાયરે આઉટ આપી ચોંકાવી દીધા, જુઓ Video

|

Mar 22, 2022 | 3:57 PM

Pakistan vs Australia, 3rd Test: લાહોર ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીને એવી લાઈફલાઈન મળી, જેની કદાચ કોઈ બેટ્સમેન કલ્પના પણ કરી શકે નહીં.

PAK vs AUS: ગજબ ! યોર્કર બોલ સ્ટંમ્પ પર વાગ્યો છતાં ગીલ્લી ના ઉડી, અંપાયરે આઉટ આપી ચોંકાવી દીધા, જુઓ Video
Hasan ali એ જબરદસ્ત યોર્કર ડિલીવરી કરી હતી પરંતુ અંતે નિરાશ થવુ પડ્યુ

Follow us on

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે લાહોર (Lahore Test) માં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે એક એવી ઘટના બની કે જેને જોઈને તમામ ચાહકો દંગ રહી ગયા. માત્ર ચાહકો જ નહીં પરંતુ મેદાન પર ઊભેલા પાકિસ્તાની ખેલાડીઓ, ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન અને અમ્પાયરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કેટલીકવાર એવી ઘટનાઓ મેદાન પર જોવા મળે છે કે, જ્યારે બોલ સ્ટમ્પને અડકે અને નીકળી જાય પણ બેઈલ્સ પડતા નથી. પરંતુ પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં તે અદ્ભુત હતું. રમતના બીજા દિવસે હસન અલી (Hasan Ali) નો યોર્કર એલેક્સ કેરીને ચુકવીને બોલ ઓફ સ્ટમ્પ પર જઇને વાગ્યો, પરંતુ તેમ છતાં બેઈલ ન પડ્યા.

હસન અલીનો આ યોર્કર બોલ કેરીના બેટ અને પેડ્સ વચ્ચે થી ગયો હતો. બોલ ઓફ-સ્ટમ્પને અથડાઇને ગયો હતો અને તેમ છતાં બેલ્સ નિચે નહોતા પડ્યા. પરંતુ ગજબની બાબત તો ત્યારે બની જ્યારે પાકિસ્તાની અમ્પાયર અલીમ ડારે એલેક્સ કેરીને કેચ આઉટ કર્યો. અલીમ દારને લાગ્યું કે બોલ એલેક્સ કેરીના બેટને સ્પર્શી ગયો છે અને વિકેટની પાછળ રહેલા કીપર મોહમ્મદ રિઝવાને કેચ લીધો પણ એવું બન્યું નહોતુ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કેરીને ગજબ જીવતદાન મળ્યુ

હસન અલીનો બોલ ઓફ-સ્ટમ્પની બહારના ભાગને સ્પર્શીને રિઝવાનના ગ્લોવ્ઝમાં પ્રવેશ્યો હતો. પરંતુ તે પહેલા તે જમીન પર અથડાઈ ગયો હતો. પરંતુ અલીમ ડારે ખૂબ જ ખરાબ નિર્ણય આપતા કેરીને આઉટ ઘોષીત કર્યો હતો. જ્યારે કેરીએ રિવ્યુ લીધો ત્યારે અલીમ ડારનો નિર્ણય ખોટો જણાયો હતો.

કેરી-ગ્રીને ઓસ્ટ્રેલિયાની સ્થિતી સંભાળી

લાહોર ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે 206 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. હેડ ફરી એકવાર નિષ્ફળ ગયો અને 26 રન બનાવી આઉટ થયો. જો કે આ પછી કેમરૂન ગ્રીન અને એલેક્સ કેરીએ સદીની ભાગીદારી કરીને પાકિસ્તાનને બેક ફૂટ પર ધકેલી દીધું હતું.

બંને બેટ્સમેનોએ લંચ સુધી 210 બોલમાં 114 રન જોડ્યા હતા. કેરી અને ગ્રીન બંનેએ અડધી સદી ફટકારી હતી. લંચ સુધી કેરી અણનમ 60 અને ગ્રીન 56 રને રમી રહ્યા હતા.

 

આ પણ વાંચોઃ IPL 2022: આ બોલરોએ બેટ્સમેનોને રન માટે તરસાવી દીધા, મેડન ઓવર ફેકવાના મામલા કોણ સૌથી રહ્યુ આગળ, જુઓ યાદી

આ પણ વાંચોઃ PAK vs AUS: ગજબ ! યોર્કર બોલ સ્ટંમ્પ પર વાગ્યો છતાં ‘ગીલ્લી’ ના ઉડી, અંપાયરે આઉટ આપી ચોંકાવી દીધા, જુઓ Video

 

Published On - 3:36 pm, Tue, 22 March 22

Next Article