
હર્ષલ પટેલ (Harshal Patel) IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) તરફથી રમતો જોવા મળશે. આઈપીએલ 2022ની હરાજી (IPL 2022 Auction) માં 10.75 કરોડ રૂપિયા ચૂકવીને આરસીબી તેને પોતાની સાથે લઈ ગયો. તેને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી હતી. અંતે બેંગ્લોરની જીત થઈ. હર્ષલ પટેલ અગાઉ પણ RCBનો હિસ્સો હતો. પરંતુ તેને IPL 2021 બાદ રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. હવે બેંગલોર તેને પાંચ ગણાથી વધુ પૈસા આપીને પોતાની સાથે પરત લઈ ગયું છે. 2021માં હર્ષલને બે કરોડ રૂપિયા મળતા હતા. તે છેલ્લી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
IPL 2022ની હરાજી દરમિયાન, RCB એ હર્ષલ પટેલ માટે પ્રથમ દાવ લગાવ્યો હતો. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સે તેના પર દાવ લગાવ્યો અને તેનું પેડલ પણ નીચું ન કર્યું. આવી સ્થિતિમાં, બોલી તરત જ 4 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. પરંતુ આરસીબીએ 4.40 કરોડની દાવ લગાવ્યો અને તે પછી સીએસકેએ બોલી થી પોતાને દુર કરી લીધુ હતુ. પરંતુ ત્યારપછી સનરાઈઝર્સ હૈદરાબાદે બિડમાં ઝંપલાવ્યું હતું. બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની બોલી લાંબી ચાલી અને 10 કરોડ સુધી પહોંચી. પરંતુ બાદમાં હૈદરાબાદે હર્ષલને 10.75 કરોડમાં પોતાની સાથે પરત લીધો હતો.
Joining RCB’s #ClassOf2022:
Name: Harshal Patel
Price: 10.75 CRWelcome back to the family! 🤩#PlayBold #WeAreChallengers #IPLMegaAuction #IPL2022 pic.twitter.com/XlRpd9gKIy
— Royal Challengers Bangalore (@RCBTweets) February 12, 2022
હર્ષલ પટેલ આઈપીએલમાં અત્યાર સુધીમાં 63 મેચ રમી ચૂક્યો છે અને તેણે 78 વિકેટ ઝડપી છે. 27 રનમાં પાંચ વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેણે આઈપીએલમાં હેટ્રિક પણ લીધી છે. તે આ ટુર્નામેન્ટમાં જ દિલ્હી કેપિટલ્સ અને આરસીબી તરફથી રમ્યો છે. તે ગુજરાતનો છે પરંતુ સ્થાનિક ક્રિકેટમાં હરિયાણા તરફથી રમે છે. અહીં તેણે ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. તે 2010 અંડર 19 વર્લ્ડ કપ રમનાર ભારતીય ટીમનો પણ ભાગ રહી ચુક્યો છે.
અહીં રમ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ તેને પોતાની સાથે લઈ ગઈ હતી પરંતુ તેને રમવાની તક મળી ન હતી. ત્યારબાદ 2012માં RCB એ તેને પોતાની સાથે જોડ્યો. પરંતુ તેનું પ્રદર્શન આરસીબી માટે કંઈ ખાસ નહોતું. 2018ની મેગા ઓક્શનમાં હર્ષલને દિલ્હી કેપિટલ્સ દ્વારા લેવામાં આવ્યો હતો.
Drop a ❤️ to welcome Mr. Purple Patel back into the family, 12th Man Army! 🥳#PlayBold #WeAreChallengers #IPLMegaAuction #IPL2022 #IPLAuction pic.twitter.com/0Ha81L5GTf
— Royal Challengers Bangalore (@RCBTweets) February 12, 2022
ત્યારબાદ IPL 2021 પહેલા દિલ્હીએ હર્ષલને બેંગ્લોરને આપ્યો હતો. આ સીઝન હર્ષલની કારકિર્દીને બદલી નાખનારી હતી. આમાં તેણે 32 વિકેટ લીધી અને તે IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો. આ પ્રદર્શન બાદ તેને ભારતીય ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડ સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. અત્યારે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાનો પણ ભાગ છે.
Published On - 3:22 pm, Sat, 12 February 22