થોડા દિવસ પહેલા ઈંગ્લેન્ડ દ્વારા જેને વર્લ્ડ કપ (World Cup 2023) માટેની ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો એ હેરી બ્રુકે પોતાની પ્રતિભાનો પરિચય કરાવતા સૌથી ઝડપી સદી ફટકારી હાહાકાર મચાવ્યો હતો, સાથે જ ઈંગ્લેન્ડ (England) ક્રિકેટને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો. બેન સ્ટોક્સને નિવૃત્તિ બાદ વર્લ્ડ કપ માટેની ટીમમાં સ્થાન આપવા માટે હેરી બ્રૂકને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તે સમયે ઘણા ક્રિકેટ નિષ્ણાતોએ તેને ઈંગ્લેન્ડનો ખોટો નિર્ણય ગણાવ્યો હતો અને હવે તેની ચોંકાવનારી ઈનિંગ્સથી હેરી બ્રુકે (Harry Brooke) ઈંગ્લેન્ડને પણ પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો હશે.
જો કે, તમને જણાવી દઈએ કે હેરી બ્રુકે માત્ર 41 બોલમાં ‘ધ હન્ડ્રેડ’ની સૌથી ઝડપી સદી ફટકારી હતી. આ મેચ નોર્ધન સુપરચાર્જર્સ અને વેલ્સ ફાયર વચ્ચે હતી. બ્રુક મેચમાં નોર્ધન સુપરચાર્જર્સનો ભાગ હતો, જેણે પ્રથમ બેટિંગ કરી હતી. નોર્ધન સુપરચાર્જર્સની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ 5મા નંબરે ઉતરીને હેરી બ્રુકે ધમાકેદાર ઇનિંગ રમી હતી.
Every. Ball. Counts.
Harry Brook has done it #TheHundred pic.twitter.com/iCC6FbKVkG
— The Hundred (@thehundred) August 22, 2023
બ્રુકે 42 બોલનો સામનો કર્યો અને મેચમાં અણનમ 105 રન બનાવ્યા. તેણે 41 બોલમાં સિક્સર વડે પોતાની સદી પૂરી કરી હતી. તેની ઇનિંગમાં કુલ 7 છગ્ગા અને 11 ચોગ્ગા સામેલ હતા. 55 મિનિટ સુધી ચાલેલી ઇનિંગ્સ દરમિયાન બ્રુકે 24 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. એટલે કે 50 રનમાંથી 100 રન સુધી પહોંચવા માટે તેણે માત્ર 17 વધુ બોલ રમ્યા.
ખાસ વાત એ છે કે નોર્ધન સુપરચાર્જર્સની ઇનિંગમાં જ્યારે અંતિમ 10 બોલ બાકી હતા ત્યારે હેરી બ્રુક 76 રન બનાવીને રમી રહ્યો હતો. પરંતુ, છેલ્લા 10 બોલમાં, તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા અને તેની સદી પૂરી કરી. બ્રુકની આ તોફાની ઇનિંગનું પરિણામ એ આવ્યું કે એક સમયે માત્ર 28 રનમાં 4 વિકેટ ગુમાવનાર નોર્ધન સુપરચાર્જર્સની ટીમ 7 વિકેટે 158 રન જ બનાવી શકી હતી.
NEW RECORD
42 balls
105 runs
1 outstanding inningsThe fastest 100 in #TheHundred men’s competition pic.twitter.com/R6ZWDmqaOh
— The Hundred (@thehundred) August 22, 2023
આ પણ વાંચો : Heath Streak Death: ઝિમ્બાબ્વના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે અવસાન, કેન્સર સામેની લડાઈ હારી ગયા
જો કે હેરી બ્રુક દ્વારા સર્જાયેલું તોફાન તેની ટીમ માટે કામ ન કરી શક્યું. તે નિરર્થક ગયું કારણ કે વેલ્સ ફાયરના બેટ્સમેનોએ 10 બોલ બાકી રહેતા લક્ષ્યનો પીછો કર્યો અને મેચ 8 વિકેટે જીતી લીધી. બ્રુકની સદી અને વેલ્સ ફાયરની જીત સાથે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાંથી નોર્ધન સુપરચાર્જર્સ ટીમ બહાર થઈ ગઈ. આ મેચના પરિણામની અસર વધુ બે ટીમો પર પડી હતી. વેલ્સ ફાયરની જીત ટ્રેન્ટ રોકેટ્સ અને લંડન સ્પિરિટ માટે પણ ખરાબ સમાચાર લઈને આવી હતી.આ બંને ટીમો પણ નોર્ધન સુપરચાર્જર્સની જેમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.