Hardik Pandya T20 વિશ્વકપમાં નિયમિત રુપે આ કામ કરતો જોવા મળશે, કહ્યું સંપૂર્ણ ધ્યાન વિશ્વકપ પર

|

Jun 12, 2021 | 9:40 PM

અગાઉ ઈંગ્લેંડ ટેસ્ટ પ્રવાસે (England Tour) જનારી ટીમથી તેને બહાર રાખવામા આવ્યો હતો. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) દરમ્યાન વ્હાઈટ બોલ સિરીઝ રમનારી છે.

Hardik Pandya T20 વિશ્વકપમાં નિયમિત રુપે આ કામ કરતો જોવા મળશે, કહ્યું સંપૂર્ણ ધ્યાન વિશ્વકપ પર
Hardik Pandya

Follow us on

ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) શ્રીલંકાના પ્રવાસે જનારી ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. અગાઉ ઈંગ્લેંડ ટેસ્ટ પ્રવાસે (England Tour) જનારી ટીમથી તેને બહાર રાખવામાંં આવ્યો હતો. ભારતીય ટીમ શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) દરમ્યાન વ્હાઈટ બોલ સિરીઝ રમનારી છે. ત્યાારબાદ ભારતીય ટીમના ખેલાડીઓ IPLની આગળની મેચોમાં ભાગ લેશે. IPL બાદ તરત જ ક્રિકેટરો T20 વિશ્વકપમાં ભાગ લેશે. હાર્દિક પંડ્યાએ T20 વિશ્વકપ (World Cup) દરમ્યાન બોલીંગ કરવાને લઈને ખુલાસો કર્યો છે.

 

મીડિયા રીપોર્ટસ મુજબ હાર્દિક પંડ્યા T20 વિશ્વકપ દરમ્યાન બોલીંગ કરવા માટે આશા રાખી રહ્યો છે. તેણે કહ્યુ હતુ કે હું બોલીંગ કરવાને લઈને સુનિશ્વિત કરવા ઈચ્છુ છુ. મને આશા છે કે હું T20 વિશ્વકપની તમામ મેચોમાં બોલીંગ કરી શકીશ. હું ફક્ત સ્માર્ટ બનવાની કોશિષ કરી રહ્યો છુ અને તે સુનિશ્વિત કરવા માંગુ છુ કે તેને મિસ ના કરુ. મારુ સંપૂર્ણ ધ્યાન વિશ્વકપ પર છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

તેણે કહ્યુ હતુ કે હાં, બોલીંગ કરવાને લઈને એ બાબત મહત્વની રહે છે કે હું કેટલુ ફિટ છું. મારી સર્જરી બાદ પણ મેં મારી ઝડપ છોડી નથી. મારી બોલીંગનો સંબંધ મારી ફિટનેસ છે. જ્યારે પણ હું રમુ છું તો 50 ટકા ફિટનેસ સાથે નથી રમવા ઈચ્છતો. જ્યારે હું રમીશ તો 100 ટકા ફિટનેસ સાથે રમીશ.

 

હાર્દિક પંડ્યાએ 2019માં પીઠની સર્જરી કરાવી હતી. ત્યારબાદ તે નિયમિત રુપથી બોલીંગ નથી કરી રહ્યો. હાર્દિકે પાછળના વર્ષે ઓસ્ટ્રેલીયા સામે મર્યાદિત ઓવરની સિરીઝમાં બોલીંગ કરી હતી. ત્યારબાદ તેણે આ વર્ષે ઈંગ્લેંડ સામે મર્યાદિત ઓવરની સિરીઝમાં 17 ઓવર ફેંકી હતી તો IPL 2021ના સ્થગીત થવા અગાઉ મુંબઈ ઈન્ડીયન્સ તરફથી એક પણ ઓવર કરી નહોતી.

 

આ પણ વાંચો: DPL 2021: ઓલરાઉન્ડર શાકિબ હસનને સ્ટમ્પને લાત મારવી ભારે પડી, 4 મેચ રમવા પર લાગ્યો પ્રતિબંધ

Next Article